મનુ ભાકર બ્રોન્ઝ મેડલ જીતીને સમગ્ર ભારતીયને ગૌરવ અપાવ્યું છે. તો ચાલો જાણીએ મનુ ભાકર કોણ છે.
મનુ ભાકરે પેરિસમાં રમાઈ રહેલી ઓલમ્પિક 2024માં શૂટિંગમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે.
હરિયાણાના ઝજ્જર ગામમાં જન્મેલી મનુ ભાકર આજે દેશનું ગૌરવ છે. મનુએ પોતાનું બાળપણનું શિક્ષણ દિલ્હીની યુનિવર્સલ પબ્લિક સ્કૂલમાંથી પૂર્ણ કર્યું છે.
મનુ ભાકરે 2021માં દિલ્હી યુનિવર્સિટીની શ્રી રામ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં ઓનર્સની ડિગ્રી મેળવી છે.
મનુ ભાકર હાલ પંજાબ યુનિવર્સિટીમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરે છે. મનુ અભ્યાસ અને રમતગમત બંન્નેમાં ખૂબ આગળ છે.
મનુ ભાકર બાળપણથી રમતગમત ક્ષેત્રે આગળ હતી. મન ભાકરને ટેનિસ, સ્કેટિગ અને બોક્સિંગમાં પણ રમવાનો શોખ છે. મનુએ 14 વર્ષની ઉંમરે શૂટિંગ શરૂ કર્યું હતું.
મનુ ભાકરે 16 વર્ષની ઉંમરે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય તેણે 2020માં અર્જુન એવોર્ડ પણ જીત્યો હતો.
રમત ગમતની માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.