T20માં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાવનાર ભારતીય મહિલા ક્રિકેટરોની યાદી


By Vanraj Dabhi28, Jul 2024 11:42 AMgujaratijagran.com

સૌથી વધુ વિકેટ લેનારી મહિલા ક્રિકેટરો

આજે અમે તમને T-20માં સૌથી વધુ વિકેટ લેનારી મહિલા ક્રિકેટર્સ વિશે જણાવીશું.

દીપ્તિ શર્મા

ટીમ ઈન્ડિયાની ઘાતક બોલર દીપ્તિ શર્માએ T20 ઈન્ટરનેશનલમાં કુલ 129 વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.

પૂનમ યાદવ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્પિનર બોલર પૂનમ યાદવે T20 ઈન્ટરનેશનલમાં 98 વિકેટ લીધી છે.

રાધા યાદવ

ભારતીય મહિલા ટીમની યુવા સ્પિનર ​​રાધા યાદવે T20 ઈન્ટરનેશનલમાં 61 વિકેટ લેવાનો રેકોર્ડ માત્ર 20 વર્ષની ઉમેરમાં નોંધાવ્યો છે.

પૂજા વસ્ત્રાકર

ભારતીય મહિલા ટીમની બોલર પૂજા વસ્ત્રાકરે T20 ઈન્ટરનેશનલમાં કુલ 56 વિકેટ લીધી હતી.

ઝુલન ગોસ્વામી

ભારતીય મહિલા ટીમની ખેલાડી ઝુલન ગોસ્વામીએ પણ T20 ઈન્ટરનેશનલમાં કુલ 56 વિકેટ લીધી હતી.

એકતા બિષ્ટ

ભારતીય ટીમના સ્પિનર એકતા બિષ્ટે T20 ઈન્ટરનેશનલમાં 53 વિકેટ લીધી હતી.

અનુજા પાટીલ

ભારતીય ટીમની ઓલરાઉન્ડર અનુજા પાટીલે T20માં કુલ 48 વિકેટ લીધી હતી.

વાંચતા રહો

ક્રિકેટ સાથે જોડાયેલા તમામ મોટા સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

T20 Cricket: આ કેપ્ટનોએ T20માં સૌથી વધુ મેચમાં જીત મેળવી છે