ટી20 ક્રિકેટમાં સૌથી રોમાંચક અને ટૂંકું ફોર્મેટ છે. તો ચાલો જાણીએ આ ટુંકા ફોર્મેટના અનોખા રેકોર્ડ વિશે.
આજે T20 ફોર્મેટમાં સૌથી સફળ કેપ્ટન વિશે જણાવીશું. એવા કેપ્ટન કે જેમણે પોતાની કેપ્ટનશીપમાં સૌથી વધુ T20 મેચ જીતી છે.
આ યાદીમાં ભારતીય બેસ્ટમેન રોહિત શર્મા પ્રથમ સ્થાન પર છે. રોહિતે 62 ટી20 મેચમાં કપ્તાની કરતા 50 મેચમાં જીત મેળવી છે.
આ યાદીમાં બાબર આઝમ બીજા સ્થાન પર છે. બાબર આઝમે 85 મેચોની કપ્તાની કરતા 48 મેચમાં જીત મેળવી છે.
યુગાન્ડાના કેપ્ટન બ્રાયન મસાબા આ યાદીમાં ત્રીજા નંબર પર છે. મસાબાએ 60 ટી20 મેચોમાં કપ્તાની કરતા 45 મેચમાં જીત મેળવી છે.
અફઘાનિસ્તાન કેપ્ટન અસગર અફઘાને 52 મેચમાંથી 42 મેચમાં જીત મેળવી છે અને ઈયોન મોર્ગન પણ 72 મેચમાંથી 42 મેચમાં જીત મેળવી છે.
મહેન્દ્રસિંહ ધોનીને કેપ્ટન કુલના નામથી ઓળખવામાં આવે છે. ધોનીએ 72 ટી20 મેચોમાંથી 41 મેચમાં જીત મેળવી છે.
આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી એરોન ફ્રિચ છઠ્ઠા સ્થાન પર છે. એરોન ફ્રિચ 76 મેચોમાંથી 40 મેચમાં જીત મેળવી છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.