ક્રિકેટના મેદાન પર સૌથી વધુ વખત ગોલ્ડન ડક થયેલા ખેલાડીઓની યાદી


By Vanraj Dabhi26, Jul 2024 12:31 PMgujaratijagran.com

ક્રિકેટમાં ગોલ્ડન ડક

આજે અમે તમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત શૂન્ય રન પર આઉટ થવાનો રેકોર્ડ નોધાવનાર ભારતીય ખેલાડીઓ વિશે જણાવીશું.

વિરેન્દ્ર સેહવાગ

આ યાદીમાં ભારતના મહાન ખેલાડી ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગનું નામ પ્રથમ સ્થાને છે. સેહવાગે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 13 વાર ગોલ્ડન ડક થયો છે.

કપિલ દેવ

1983માં ભારતને વર્લ્ડ કપ ટ્રોફી અપાવનાર પૂર્વ કેપ્ટન કપિલ દેવ પણ બધા ફોર્મેટમાં 10 વખત ગોલ્ડન ડક થયા છે.

વિરાટ કોહલી

ક્રિકેટ જગતના કિંગ તરીકે જાણીતા ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી કુલ 9 વખત ગોલ્ડન ડક થઈ ચૂક્યો છે.

સૌરવ ગાંગુલી

ક્રિકેટ જગતમાં દિગ્ગજ અને ભારતીય ટીમમાં દાદાનું બિરુદ મેળવનાર પૂર્વ ભારતીય ટીમમાં કેપ્ટન અને ઓપનિંગ કરનાર અનુભવી ખેલાડી 9 વાર ગોલ્ડન ડક થયા છે.

રોહિત શર્મા

તાજેતરમાં જ ભારતને T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ તમામ ફોર્મેટમાં 9 વાર ગોલ્ડન ડક થાવનો રેકોર્ડ નોંધાવ્યો છે.

સુનીલ ગાવસ્કર

પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કર કુલ 7 વખત શૂન્યના સ્કોર પર આઉટ થયા છે.

સચિન તેંડુલકર

ક્રિકેટ જગતના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકર પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં કુલ 7 વખત ગોલ્ડન ડક થયા છે.

વાંચતા રહો

ક્રિકેટ જગત અને અન્ય રમત-ગમત સંબંધિત તમામ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર બેસ્ટ્મેનની યાદી