Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર બેસ્ટ્મેનની યાદી


By Bhavesh Chaudhary25, Jul 2024 06:59 PMgujaratijagran.com

ચેમ્પિયન્સ ટ્રોફી

આજે અમે તમને એવા ખેલાડીઓ વિશે જણાવીશું, જેના નામે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે.

ક્રિસ ગેલ

વેસ્ટ ઇન્ડિઝના મહાન બેસ્ટમેન ક્રિસ ગેલનું આ યાદીમાં નામ પ્રથમ સ્થાન પર છે. ગેલે ચેમ્પિયન્સ ટ્રોફીની 17 મેચમાં 791 રન બનાવ્યા છે.

મહેલા જયવર્ધને

શ્રીલંકાના પૂર્વ ખેલાડી મહેલા જયવર્ધનનું નામ આ યાદીમાં બીજા સ્થાન પર છે. જયવર્ધને 22 મેચમાં 724 રન બનાવ્યા છે.

શિખર ધવન

ભારતીય બેસ્ટ્મેન શિખર ધવને 2013 અને 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ઘવને 10 મેચમાં 701 રન બનાવ્યા છે.

કુમાર સંગાકારા

શ્રીલંકા મહાન બેસ્ટ્મેન કુમાર સંગાકારાએ 22 મેચમાં 683 રન બનાવ્યા છે.

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલીએ ચૈમ્પિયન્સ ટ્રોફીમાં 13 મેચમાં 665 રન બનાવ્યા છે. ગાંગુલી ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન પણ રહી ચૂક્યા છે.

જેક કાલીસ

સાઉથ આફિકાના પૂર્વ મહાન બેસ્ટ્મેન અને બોલર જેક કેલીસ પણ આ યાદીમાં સામેલ છે. કેલીસે 17 મેચમાં 653 રન બનાવ્યા છે.

રાહુલ દ્રવિડ

ભારતીય ટીમના ધ વોલના નામથી જાણીતા બેસ્ટ્મેન રાહુલ દ્રવિડનું પણ આ યાદીમાં નામ સામેલ છે. દ્વવિડે 19 મેચમાં 627 રન બનાવ્યા છે.

વાંચતા રહો

રમત-ગમતની માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Test Cricket: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત 5 વિકેટ લેનાર બોલરની યાદી