Test Cricket: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત 5 વિકેટ લેનાર બોલરની યાદી


By Bhavesh Chaudhary24, Jul 2024 05:43 PMgujaratijagran.com

ટેસ્ટ ક્રિકેટ

ક્રિકેટમાં સૌથી જૂનું અને સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. આ ફોર્મેટમાં ઘણા ઐતિહાસિક રેકોર્ડ નોંધાયા છે.

બોલરની યાદી

આજે અમે એવા ખેલાડીઓ વિશે જણાવીશુ કે જેમણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત 5 વિકેટ લીધી છે. આ ખેલાડીઓના રેકોર્ડ તોડવા ખૂબ મુશ્કેલ છે.

મુથૈયા મુરલીધરન

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 5 વિકેટ શ્રીલંકાના મહાન સ્પીનર બોલર મુથૈયા મુરલીધરન પ્રથમ સ્થાને છે. મુરલીધરે ટેસ્ટ કારકિર્દીની 133 મેચોમાં  67 વખત 5 વિકેટ લીધી છે.

શેન વોર્ને

આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિન બોલર શેન વોર્ને બીજા સ્થાને છે. વોર્ને 145 મેચમાં 37 વખત પાંચ વિકેટ લીધી છે.

રિચાર્ડ હેડલી

આ યાદીમાં ન્યુઝીલેન્ડનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર રિચાર્ડ હેડલી ત્રીજા સ્થાન પર છે. હેડલીએ 86 મેચમાં 36 વખત 5 વિકેટ લીધી છે.

આર. અશ્વિન

ભારતીય સ્પિન બોલર આર અશ્વિન આ યાદીમાં ચોથા સ્થાન પર છે. અશ્વિને 100 ટેસ્ટમાં 36 વખત 5 વિકેટ લીધી છે.

અનિલ કુંબલે

આ યાદીમાં અનિલ કુંબલે પાંચમાં સ્થાન પર છે. કુંબલેએ પોતાની કારકિર્દીમાં 132 ટેસ્ટમાં 35 વખત 5 વિકેટ લીધી છે.

રંગના હેરાથ

આ યાદીમાં શ્રીલંકાના ઓલરાઉન્ડર ખેલાડી રંગના હેરાથ છઠ્ઠા સ્થાને છે. રંગના હેરાથે 93 ટેસ્ટ મેચમાં 34 વખત 5 વિકેટ લીધી છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Most Test Match Played: સૌથી વધુ ટેસ્ટ મેચ રમનાર ખેલાડીઓની યાદી