Most Test Match Played: સૌથી વધુ ટેસ્ટ મેચ રમનાર ખેલાડીઓની યાદી


By Vanraj Dabhi21, Jul 2024 11:24 AMgujaratijagran.com

સૌથી વધુ ટેસ્ટ મેચો

આજે અમે તમને સૌથી વધુ ટેસ્ટ ક્રિકેટ રમવાનો રેકોર્ડ નોંધાવ્યો છે એવા ખેલાડીઓ વિશે જણાવીશું.

સચિન તેંડુલકર

સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ ક્રિકેટ ગોડ તરીકે જાણીતા ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના નામે છે. માસ્ટર બ્લાસ્ટરે કુલ 200 ટેસ્ટ મેચ રમી છે.

જેમ્સ એન્ડરસન

ઈંગ્લેન્ડનો દિગ્ગજ બોલર જેમ્સ એન્ડરસન બીજા સ્થાને છે. તેને 188 ટેસ્ટ મેચ રમી છે.

રિકી પોન્ટિંગ

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ ત્રીજા સ્થાને છે. પોન્ટિંગે તેની કારકિર્દીમાં કુલ 168 ટેસ્ટ મેચ રમી છે.

સ્ટીવ વો

ઓસ્ટ્રેલિયાના વધુ એક મહાન ખેલાડી સ્ટીવ વોએ પોતાની કારકિર્દીમાં કુલ 168 ટેસ્ટ મેચ રમી છે.

સ્ટુઅર્ટ બ્રોડ

આ યાદીમાં અન્ય ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડી સ્ટુઅર્ટ બ્રોડનું નામ સામેલ છે. આ બોલરે કુલ 167 ટેસ્ટ મેચ રમી છે.

જેક કાલિસ

દક્ષિણ આફ્રિકાના ખેલાડી જેક કાલિસ બેટ અને બોલ બંનેથી તરખાટ મચાવતો હતો. કાલિસે કુલ 166 ટેસ્ટ મેચ રમી છે.

શિવનારાયણ ચંદ્રપોલ

વેસ્ટ ઈન્ડિઝના મહાન ખેલાડી શિવનારાયણ ચંદ્રપોલે 164 ટેસ્ટ મેચ રમી છે.

વાંચતા રહો

રમત-ગમત સંબંધિત તમામ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Ind W vs Pak W: સ્મૃતિ મંધાનાએ T20માં રચ્યો ઈતિહાસ, જાણો