Ind W vs Pak W: સ્મૃતિ મંધાનાએ T20માં રચ્યો ઈતિહાસ, જાણો


By Vanraj Dabhi21, Jul 2024 08:41 AMgujaratijagran.com

સ્મૃતિની શાનદાર ઇનિંગ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ પાકિસ્તાન સામે શાનદાર બેટિંગ કરી અને 45 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

ભારતનો 7 વિકેટે વિજય

મહિલા એશિયા કપમાં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવીને 7 વિકેટે હરાવીને જીત મેળવી છે.

સૌથી વધુ રન

સ્મૃતિ મંધાનાએ પોતાની શાનદાર બેટિંગના કારણે ભારતીય ટીમને જીત અપાવવાની સાથે તે ભારતીય મહિલા ટીમમાં સૌથી વધુ રન બનાવનારી ખેલાડી પણ બની ગઈ છે.

આ ખેલાડીનો રેકોર્ડ તોડ્યો

હરમનપ્રીત કૌરે 170 મેચમાં 3349 રન બનાવ્યા હતા જ્યારે આ રેકોર્ડ સ્મૃતિ મંધાના 137 T20 મેચમાં 3365 રન બનાવીને પ્રથમ સ્થાને છે.

મિતાલી રાજ

આ યાદીમાં ભારતીય મહિલા ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજ 89 ટી-20 મેચમાં 2364 રન બનાવીને ત્રીજા સ્થાને છે.

જેમિમાહ રોડ્રિગ્સ

જેમિમાહ રોડ્રિગ્સ આ મેચમાં 3 રન બનાવીને અણનમ રહી હતી. આ સાથે જેમિમાએ T20 ક્રિકેટમાં 2000 રન પૂરા કર્યા છે.

ચોથો ખેલાડી બન્યો

T20 ઈન્ટરનેશનલમાં જેમિમાએ 96 મેચમાં 2000 રન બનાવનારી ભારતીય ટીમની ચોથી ખેલાડી બની ગઈ છે.

શેફાલી વર્મા

શેફાલી વર્મા 77 T20 મેચમાં 1788 રન બનાવ્યા છે. તે સૌથી વધુ રન બનાવવાના મામલે પાંચમા સ્થાને છે.

વાંચતા રહો

ક્રિકેટ અને અન્ય રમત ગમત સંબંધિત તમામ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ODI ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીનું લીસ્ટ