સ્વાસ્થ્ય માટે ખજાનાથી કમ નથી સફેદ વટાણા, ફાયદા જાણીને દંગ થઈ જશો તમે


By Sanket M Parekh13, Oct 2023 04:14 PMgujaratijagran.com

વેટ લૉસ

જો તમે વધતા વજનની સમસ્યાથી પરેશાન હોવ, તો સફેદ વટાણાનું સેવન તમારા માટે ફાયદેમંદ નીવડી શકે છે. જેમાં ફેટ ઓછું અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોય છે. જેને ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, જેના કારણે તમે ઓવર ઈટીંગથી બચી જાવ છો.

કબજિયાત

સફેદ વટાણામાં ફાઈબર, વિટામિન-બી અને મિનરલ્સ પૂરતા પ્રમાણમાં મળી આવે છે. જે ન્યૂટ્રિએન્ટ્સ તમને કબજિયાત અને ગેસ સાથે સંકળાયેલી સમસ્યાથી બચાવે છે.

ગ્લુકોઝ લેવલ કંટ્રોલ

સફેદ વટાણામાં પ્રોટીન અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જેના કારણે આ વટાણા એન્ટીડાયબિટિક અને એન્ટી ઑક્સિડેન્ટ્સ હોય છે. આ તમામ ગુણ શરીરની અંદર ગ્લુકોઝ લેવલને કંટ્રોલ કરે છે.

તણાવથી છૂટકારો

સફેદ વટાણાની અંદર ફેનિલએલનિન નામનું ન્યૂટ્રિએન્ટ્સ મળી આવે છે. આ પોષક તત્વો શરીરની અંદર ડોપામાઈન અને નોરપેનેફ્રિનના પ્રોડક્શનને વધારીને તણાવને ઓછો કરે છે.

એનીમિયા

એનીમિયાની સમસ્યા મહિલાઓમાં વધારે મળી આવે છે. જે આયરનની કમીના કારણે થાય છે. એવામાં સફેદ વટાણાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ નીવડી શકે છે. જેમાં આયરન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.

કાળા તલનું સેવન કરવાથી તમને આ લાભ મળશે, ચાલો જાણીએ