સરગવામાં કયા વિટામિન ભરપૂર હોય છે? જાણો


By Vanraj Dabhi25, Apr 2025 12:13 PMgujaratijagran.com

સરગવાની શીંગો

સરગવાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે, તેમાં ઘણા પોષક તત્ત્વો જોવા મળે છે.

પોષક તત્ત્વો

સરગવાની શીંગોમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ફાઇબર, ઝીંક, કોપર, પ્રોટીન, સેલેનિયમ અને એન્ટીઑકિસડન્ટ હોય છે.

વિટામિનથી ભરપૂર

પોષક તત્વો ઉપરાંત તેમાં ઘણા વિટામિન્સ પણ ભરપૂર છે. ચાલો તેના વિશે જાણીએ.

વિટામિન A

સરગવામાં રહેલું વિટામિન A આંખો માટે ફાયદાકારક છે. આ વિટામિન દ્રષ્ટિ સુધારે છે.

વિટામિન E

સરગવામાં વિટામિન E હોય છે. આ વિટામિન ત્વચાને સ્વસ્થ અને ચમકદાર અને વાળના મૂળને પણ મજબૂત બનાવે છે.

વિટામિન K

સરગવામાં રહેલું વિટામિન K હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવવા ઉપરાંત ઇજાઓને ઝડપથી મટાડે છે.

વિટામિન C

સરગવામાં વિટામિન C હોય છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જેનાથી રોગો અને ચેપ સામે રક્ષણ મળે છે.

વિટામિન B-કોમ્પ્લેક્સ

સરગવામાં વિટામિન બી-કોમ્પ્લેક્સ ભરપૂર હોય છે. તેમાં વિટામિન B1, B2, B3, B5 અને B6 હોય છે. આ વિટામિન્સ શરીરને ઉર્જા પ્રદાન કરે છે અને મેટાબોલિઝમ સુધારવા ઉપરાંત તે મગજની કામગીરીમાં સુધારે છે.

ઉનાળામાં કયા લોકોને લૂ લાગવાનું જોખમ સૌથી વધુ રહે છે? જાણો નિષ્ણાત અભિપ્રાય