દાંત પીળા થવાથી લોકોની સામે શરમનો અનુભવ થતો હોય છે. આ સમસ્યા શરીરમા એક વિટામિનની ઉણપથી જોવા મળતી હોય છે. ચલો જાણીએ.
દાંતો સાથે જોડાયેલી સમસ્યા થવા પાછળ સૌથી મોટુ કારણ શરીરમા વિટામિન ડીની ઉણપ છે.સ્વસ્થ દાંતો માટે શરીરમા વિટામિન ડી ભરપૂર માત્રામા હોવુ જરુરી છે. તેની ઉણપથી દાંતોમા સોજો અને દુખાવો થઈ શકે છે.
શરીરમા વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે તમે સોય મિલ્કનુ સેવન કરી શકો છો. સોય મિલ્કમા વિટામિન ડી અને કેલ્શિયમ ભરપૂર માત્રામા હોય છે.
તમારે સવારે જલ્દી ઉઠીને સવારનો તડકો લેવો જોઈએ. સવારના તડકામા ભરપૂર માત્રામા વિટામિન ડી હોય છે. જો તમારે સિમિત માત્રામા જ તડકો લેવો જોઈએ.
વિટામિન ડીથી ભરપૂર એવા ઈંડાનુ સેવન કરવુ જોઈએ. ઈંડાના સેવનથી દાંતો સાથે જોડાયેલી સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત હાડકા પણ મજબૂત થાય છે.
દહીંમા વિટામિન ડી, વિટામિન એ, કેલ્શિયમ અને પ્રોટીન હોય છે. દહીં દાંતોને સ્વસ્થ રાખવાની સાથે સાથે પાચન સાથે જોડાયેલી સમસ્યાઓને પણ દૂર કરે છે.
રોજ રાતે સૂતા પહેલા બદામ વાળુ દૂધ પીઓ. તેમા રહેલા વિટામિન ડી અને કેલ્શિયમ દાંતોને સ્વસ્થ રાખે છે. તેનાથી દાંતની પીળાશ પણ દૂર થાય છે.