ઠંડીમા હાથ અને પગ બન્નેના નખ સૂકાઈ જતા હોય છે. જેથી નખ કમજોર થઈ જવાના કારણે નખ તૂટવા પણ લાગે છે. એવામા તમે તમારી ડાયટમા કેટલીક વસ્તુઓને સામેલ કરીને નખને સુંદર અને મજબૂત બનાવી શકો છો. ચલો જાણીએ.
ઠંડીમા નખને મજબૂત અને સુંદર બનાવવા માટે તમે સૂર્યમુખીના બીજનુ સેવન કરી શકો છો. તે વિટામિન બી6, જિંક અને વિટામિન ઈથી ભરપૂર હોય છે.
દાળ ખાવાથી શરીરને પ્રોટીન, જિંક અને બાયોટીન મળે છે, જે નખને સુંદર અને મજબૂત બનાવે છે.
વિટામિન બી 12, એ અને ઈ માટે ઈંડાનુ સેવન કરો. તેના સેવનથી તમારા નખ સુંદર અને મજબૂત બને છે.
શક્કરિયાને શેકીને તથા બાફીને ખાઓ. તેના સેવનથી કેરાટીનનુ પ્રમાણ વધે છે. તેનાથી નખ મજબૂત બને છે.
મજબૂત અને સુંદર નખ માટે તમે વિટામિન, ખનીજ અને બાયોટીનથી ભરપૂર લીલા બીન્સનુ સેવન કરો.
કેળ, પાલક, ચણા , સાગ જેવા પત્તા વાળા શાકભાજી પોતાના ડાયટમા સામેલ કરવાથી નખને મજબૂત અને સુંદર બનાવવામા મદદ મળે છે.