કયા વિટામિનની ઉણપથી પગમાં દુખાવો થાય છે?


By Vanraj Dabhi15, Aug 2025 10:45 AMgujaratijagran.com

વિટામિનની ઉણપ

શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામીન્સ અને કેટલાક મિનરલ્સની જરૂર પડતી હોય છે, તેની ઉણપથી શરીરમાં ઘણી સમસ્યાઓ થવા લાગે છે.

પગમાં દુખાવો

પગમાં દુખાવો ઘણી સમયસ્યાના કારણે પણ થઈ શકે છે, કેટલીક ઈજા, વધુ પડતું વર્ક આઉટ, વિટામિન્સ અને મિનરલ્સની ઊણપ પણ તેની પાછળનું કારણ હોઈ શકે છે.

વિટામિન બી-12

શરીરમાં વિટામિન બી-12ની ઉણપને કારણે પણ પગમાં દુખાવો થઈ શકે છે. તે શરીરમાં એનર્જી પૂરી પાડે છે.

વિટામિન ડી

વિટામિન ડીની ઉણપને કારણે પણ પગમાં દુખાવો થઈ શકે છે. તેથી હાડકાં અને સ્નાયુઓની મજબૂતી માટે વિટામિન ડી જરૂરી છે.

વિટામિન બી-1

શરીરમાં આ વીટામિનની ઉણપને કારણે પગમાં દુખાવો અનુભવાય છે. તેની ઉણપને દૂર કરવા માટે, અનાજ, શાકભાજી, અને ડારી ઉત્પાદનો ખાઈ શકાય છે.

વિટામિન ઈ

વિટામિન ઈની ઉણપથી પણ પગમાં દુખાવો થઈ શકે છે. તેને દૂર કરવા માટે, તમે તમારા આહારમાં મગફળી, ઓલિવ તેલ, પાલક, કીવી વગેરે ખાઈ શકો છો.

અન્ય કારણ

આર્યનની ઉણપને કારણે પણ પગમાં દુખાવો થઈ શકે છે. આ માટે દૂધ, દહીં, પાલક, બીટ, સફરજન, અને દાડમ જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

તંદુરસ્ત આહાર લો

શરીરમાં આ વિટામિન્સની ઉણપને પૂરી કરવા માટે, તંદુરસ્ત આહાર લેવો મહત્વપૂર્ણ છે. પગના દુખાવા સિવાય તેનાથી અન્ય કોઈ સમસ્યા થતી નથી.

ડેન્ગ્યુ દરમિયાન આ રસ પીવાથી પ્લેટલેટ્સ વધશે