ડેન્ગ્યુ દરમિયાન આ રસ પીવાથી પ્લેટલેટ્સ વધશે


By Vanraj Dabhi15, Aug 2025 10:30 AMgujaratijagran.com

ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ વધારશે

ડેન્ગ્યુના દર્દીઓએ આહારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ડેન્ગ્યુનાં તાવમાં કેટલાક ફળના પાનનો રસ પીલો ફાયદાકારક સાબિત થાય છે. ચાલો જાણીએ.

પપૈયાના પાન

તેમાં વિટામીન-એ , વિટામીન-બી, વીટામીન-સી, વિટામીન-ડી,વીટામીન-ઈ, ફ્લવોનોઈડ્સ, કેરોટીન અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણો ભરપુર માત્રામાં હોવાથી તે સ્વાસ્થ્ય માટે ફાયદા કારક માનવામાં આવે છે.

ડેગ્યુમાં ફાયદાકારક

નિષ્ણાતોના મતે ડેન્ગ્યુ તાવના દર્દીને જો પપૈયાના પાનનો રસ ઘરે પીવામાં આપવામાં આવે તો તે ખૂબ જ ફાયદા કારક સાબિત થઈ શકે છે.

રસ કેવી રીતે બનાવવો?

સૌથી પહેલા પપૈયાના પાનને સારી રીતે ધોઈને એક વાસણમાં 2 લિટર પાણી અને પપૈયાના પાન નાખીને ઉકાળી લો.

એક વાસણમાં રસ ગાળી લો

હવે ગેસ બંધ કરી પછી એક વાસણમાં પાંદડામાંથી પાણી ગાળી લો. આ રસ પીવાથી ડેન્ગ્યુના લક્ષણો અમુક હદ સુધી ઓછા કરી શકાય છે.

કેટલો રસ પીવો જોઈએ?

નિષ્ણાતોના મતે સામાન્ય પુખ્ત વ્યક્તિએ આ રસ 10 થી 13 મિલી પીવો જોઈએ. તેમજ બાળકોને 5 મિલીનું સેવન કરવું જોઈએ.

પ્લેટલેટ્સ વધશે

ડેન્ગ્યુમાં પપૈયાના પાનનો રસ પીવાથી શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી વધારવામાં મદદ કરવાની સાથે તે લીવરના સ્વાસ્થ્ય ને સુધારે છે.

તાવ ઉતરી જશે

પપૈયાનાં પાનનો રસ યોગ્ય માત્રમાં પીવાથી ડેન્ગ્યુ તાવમાં ઘણી રાહત મળે છે. ઉપરાંત,પ્લેટલેટની સંખ્યામાં ઝડપથી વધારે છે.

સ્ત્રીઓમાં સૌથી સામાન્ય કેન્સર કયા છે?