Hair Loss: કયા વિટામિનની ઉણપથી વાળ ખરવા લાગે છે?


By Vanraj Dabhi24, Oct 2024 03:36 PMgujaratijagran.com

વાળ ખરવા

સ્ત્રીઓની સુંદરતા તેમના વાળથી હોય છે, પરંતુ સતત ખરતા વાળ માનુનીઓને હેરાન કરી દે છે.

નિષ્ણાતનો અભિપ્રાય

નિષ્ણાતોના મતે, વાળ ખરવાની સમસ્યાથી પીડાતા લોકોના શરીરમાં કેટલાક વિટામિન્સની ઉણપ હોઈ શકે છે.

વિટામિન A

વાળ નબળા કે નિર્જીવ દેખાવા લાગવા, ખોપરી પર ડેન્ડ્રફ દેખાવ પાછળ શરીરમાં વિટામિન Aની ઉણપ હોય શકે છે. વિટામિન Aની ઉણપ દૂર કરવા માટે નારંગી, બટાકા, ગાજર, કેપ્સિકમનું સેવન કરી શકો છો.

વિટામિન E

વાળ ખરવા કે નિર્જીવ દેખાવા એ શરીરમાં વિટામિન Eની ઉણપ હોય શકે છે. તમે વિટામિન E કેપ્સ્યુલ, સૂર્યમુખીના બીજ, પાલક, બદામ, એવોકાડો વગેરે દ્વારા શરીરમાં વિટામિન Eની ઉણપ દૂ કરી શકો છો.

વિટામિન Cની ઉણપ

વિટામિન Cની ઉણપના કારણે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ નબળી, ત્વચાની કાળાશ અને વાળ ખરવા લાગે છે. વિટામીન સીની ઉણપ દૂર કરવા માટે બ્રોકોલી, કેપ્સિકમ, સ્ટ્રોબેરી વગેરે ખાઈ શકાય છે.

વિટામિન D

કોસ્મેટિક મેડિસિન અનુસાર, શરીરમાં વિટામિન Dની ઉણપથી વાળ ખરવા લાગે છે, તમે દૂધ, નારંગી, ઇંડા અને માછલી વડે વિટામિન Dની ઉણપ દૂર કરી શકો છો.

વિટામિન B7

વિટામિન B7ની ઉણપથી વાળ ખરવા લાગે છે, તમે પાંદડાવાળી ભાજી, બદામ અને ઇંડાનું સેવન કરીને વિટામિન B7ની ઉણપ દૂ કરી શકો છો.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Diwali 2024: દિવાળી પર દીવાને કઈ દિશામાં પ્રગટાવવો જોઈએ ?