આ છે ભારતનું મિની થાઈલેન્ડ એકવાર જરુરથી એક્સપ્લોર કરો


By Smith Taral21, Jan 2024 04:30 PMgujaratijagran.com

થાઈલેન્ડ એક ખૂબજ સુંદર સ્થળ છે, જોકે અહીંયા બધા જઈ શકે તેવુ શક્ય નથી. પણ જો તમને ભારતમાં જ થાઈલેન્ડ જેવી સુંદરતા જોવા મળે તો, હા તમે થાઈલેન્ડની મજા ભારતમાં પણ માણી શકો છો. ભારતમાં આવેલી આ જગ્યાને મીની થાઈલેન્ડનો દરજ્જો આપવામા આવ્યો છે. ચાલો જાણીએ આ જગ્યા વિશે.

શા માટે આને મિની થાઈલેન્ડ કહેવામા આવે છે

આ સ્થળને મિની થાઈલેન્ડ તેની સુંદરતા માટે કહેવામા આવે છે, અહીંની કુદરતી ખૂબસુરતી બધાને આકર્ષીત કરે છે.

ક્યા છે આ મિની થાઈલેન્ડ

ભારતના હિમાચલ પ્રદેશમા આવેલું જીભીને મિની થાઈલેન્ડ કહેવામા આવે છે. આ શહેર એની સુંદરતાના લીધી જાણીતું છે.

મળે છે શાંતી અને સુકુન

પહાડો અને હરીયાળી વચ્ચે વસેલુ આ શહેર શાંતીપ્રીય છે. લોકો આ શહેરની સુંદરતા અને શાંતીના સમન્વયથી આકર્ષીત થઈને આની મુલાકાત લેવા આવે છે. તમને અહીંયા ગીચ જંગલ પણ જોવા મળશે.

You may also like

વેકેશન પ્લાન કરી રહ્યા છો? ગુજરાતના આ બીચ છે ફરવા માટે Best

ભારતના આ 7 સુંદર બીચ પર નથી ગયા તો આજે જ પ્લાન બનાવો

સુંદર વોટરફોલ

જીભીમા તમે સુંદર વોટરફોલની મજા લઈ શકો છો, આ ગીચ જંગલની વચ્ચે વહેતુ પાણીના સુંદર નજારો અને ટ્રેકીંગ તમારી ટ્રીપને યાદગાર બનાવી દેશે.

દેવદારના વૃક્ષોથી ઘેરાયેલું જંગલ

જીભીમાં તમને ચારે તરફ દેવદારના વૃક્ષો જોવા મળશે. આ સિવાય આ જગ્યાને મીઠા પાણીનું તળાવ અને પ્રાચીન મંદીર આ જગ્યાને વધારે ખાસ બનાવે છે.

જીભી ક્યારે ફરી શકો છો

હિમાચલ પ્રદેશની આ જગ્યાને તમે શિયાળા કે ઉનાળામાં કોઈ પણ સમયે મિત્રો, પરિવાર કે પાર્ટનર સાથે ફરવા જઈ શકો છો.

ભારતના હિમાચલ પ્રદેશમાં આવેલું આ સુંદર સ્થળની મુલાકાત તમારે જરૂરથી લેવી જોઈએ. ટ્રાવેલ સંબધિત આવીજ સ્ટોરીસ માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

વેકેશન પ્લાન કરી રહ્યા છો? ગુજરાતના આ બીચ છે ફરવા માટે Best