વેકેશન પ્લાન કરી રહ્યા છો? ગુજરાતના આ બીચ છે ફરવા માટે Best


By Smith Taral18, Jan 2024 04:53 PMgujaratijagran.com

શિયાળાની ઋતુમાં ફરવા જવુ કોને ના ગમે, આ સમયે વરસાદ કે અતિશય તડકા જેવી સમસ્યાનો સામનો નથી કરવો પડતો અને તમે નિરાંતે ફરી શકો છો. આ શિયાળામાં, ઠંડીનો આનંદ ઉઠાવા તમે ગુજરાત આ સુંદર દરિયાકિનારાની મુલાકાત લઈ શકો છો.

માંડવી બીચ

આ સુંદર બીચ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલો છે. અહીં સનસેટનો સુંદર નજારો જોઈ શકો છો, જે ખૂબ જ અદભૂત હોય છે.

ઊંટ પર સવારીનો આનંદ માણો

જો તમને ઊંટ પર સવારી કરવી ગમતી હોય તો તમે માંડવી બીચની મુલાકાત લઈ શકો છો. આ સિવાય એક માંડવી બીચ ગુજરાતના અહેમદપુરમાં પણ આવેલો છે.

જામનગર બીચ

જો તમે શાંત સ્થળની મુલાકાત લેવાનું પસંદ હોય તો તમે ગુજરાતના જામનગર બીચ ફરવા જઈ શકો છો.

You may also like

ગુજરાતના આ 7 સુંદર સ્થળો તમને મંત્રમુગ્ધ કરી દેશે આજે જ તમારા ટ્રાવેલ લીસ્ટમા એ

ભારતના આ 7 સુંદર બીચ પર નથી ગયા તો આજે જ પ્લાન બનાવો

માધવપુર બીચ

જો તમારી ફેમીલી સાથે મુલાકાત લેવા માંગતા હો, તો તમે માધવપુર જઈ શકો છો. તમને આ જગ્યાની સુંદરતા મનમોહક છે

સોમનાથ બીચ

શિયાળામાં સુંદર બીચ જોવા માટે તમે સોમનાથ બીચની મુલાકાત લઈ શકો છો. ગુજરાતનું આ સ્થળ તેના મંદિર માટે ખૂબ જ પ્રખ્યાત છે.

નારગોલ બીચ

તમે તમારા પરિવાર સાથે નારગોલ બીચની મુલાકાત લઈ શકો છો. અહીંના અદભૂત નજારા જોઈને તમને ઘરે પાછા જવાનું મન નહીં થાય.

ગુજરાતના બીચ પર એકવાર જરૂર સેર કરવી જોઈએ. સ્ટારી સારી લાગી હોય તો શેર કરો અને આવીજ રસપ્રદ માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

ભારતના આ 7 સુંદર બીચ પર નથી ગયા તો આજે જ પ્લાન બનાવો