જો તમે વેકેશનન મૂડમાં છો અને બીચની મુલાકાત લેવા માંગો છો. તો અમે તમારી માટે લઈ આવ્યા છે કેટલીક અદ્દભુત જગ્યાઓ જ્યાં તમે હળવાશનીની પળ માણી શકો છો.
ગોવાના સૌથી પ્રખ્યાત બીચમાંથી એક બાઘા બીચ તેની નાઈટ લાઈફ પાર્ટીઓ, નાઈટ ક્લબ અને ટેસ્ટી સી ફૂડ માટે ફેમસ છે. ત્યાં વિદેશીઓની ખૂબ પ્રમાણમાં જાય છે.
સાઉથ ગોવામાં આવેલો કોલવા બીચ તેની સફેદ રેત માટે ફેમસ છે. ત્યાંનું મનોહર દૃશ્ય અને શાંતિ તમને મંત્રમુગ્ધ કરી દેશે.
ગોકર્ણ બીચ કર્ણાટકમાં આવેલો છે. જો તમે ક્યારેય કર્ણાટક જવાનું વિચારતા હોવ તો આ બીચ પર જવાનું ભૂલતા નહી.
આંદામાન નિકોબારની પ્રાકૃતિક સુંદરતા જગવિખ્યાત છે. ત્યાં આવેલો હેવલોક બીચ પણ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ છે. જો તમે ક્યારેય આંદામાનની મુલાકાત લેવાનું વિચારતા હોવ તો આ બીચની મુલાકાત તમારે ચોક્કસ લેવી જોઈએ.
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સ્થિત ભીમાલી બીચ સુંદરતાનું પર્યાય છે. આ બીચ ટૂરિસ્ટ માટે સલામત અને ખૂબ જ આકર્ષક છે.
કેરળમાં આવેલું મારારી બીચ પણ તેની ખૂબસૂરતીને લીધે પ્રખ્યાત છે. ત્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય અને મનમોહક દૃશ્યો મનને ખૂબ જ શાંતિ આપે એવા છે.
આ 7 બીચ તમારા ટ્રાવેલ એક્સપરિયન્સ ને ખૂબ સુંદર બનાવશે, તો આજે જ પ્લાન કરો અને આ બિચની સુંદરતા નિહાળતા આવો સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી વધુ માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ