Alert: ના ખાશો આ 5 કઠોળ વધારી શકે છે યુરિક એસિડ


By Smith Taral09, Jan 2024 08:54 AMgujaratijagran.com

ખાણી પીણીનું માર્કેટ હવે ખૂબજ વધ્યું છે, એમાં આપણે અવનવા ખોરાક આરોગતા હોઈએ છે. તેના લીધે ઘણી બીમારીઓ પણ વધી છે, જેમાં યુરિક એસિડનું વધી જવું એક મોટી સમસ્યા છે. પણ નવાઈની વાત એ છે કે યુરિક એસિડ માત્ર બહારની ખાદ્ય ચીજવસ્તુઓને લીધે જ નથી વધતું, પરંતુ કેટલાક ઘરે બનાવેલા કઠોળના લીઘે પણ વધી જાય છે. આવો, જાણીએ કયા એવા કઠોળ છે જે યુરિક એસિડ વધારવાનું કામ કરે છે.

મગની દાળ

મગની દાળ જે અવારનવાર આપડા ઘરે બનતી હોય છે, પણ યુરીક એસિડના દર્દીઓને આ દાળ ખાવી હિતાવહ નથી. કારણ કે તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે, જે યુરિક એસિડને વધારી શકે છે.

તુવેર દાળ

અરહર દાળને તુવેર દાળ પણ કહેવામાં આવે છે. આ દાળમાં પણ પ્રોટીન મોટી માત્રામાં મળી આવે છે, જે યુરિક એસિડની સમસ્યા વધારી શકે શકે છે.

અડદની દાળ

જો તમે યૂરીક એસિડ થી પરેશાન છો ,તો અડદની દાળ ખાવાથી તમારે બચવું જોઈએ.

You may also like

આ લોકોએ રીંગણ ખાવાથી બચવું જોઈએ, કહો ‘નો મીન્સ નો’

આ પાંચ લોકોએ ગાજર ન ખાવા, જાણો કેમ

સોયાબીન

ચણાની જેમ સોયાબીન પણ પ્રોટીનથી ભરપુર હોય છે. તેમાં યુરિક એસિડથી પીડિત લોકોએ આ દાળ ઓછી ખાવી જોઈએ બની શકે તો તેને ખાવાનું ટાળવું જોઈએ.

લોબિયા

લોબીયાને પ્રોટીનનો સારો સ્ત્રોત પણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, યુરિક એસિડના દર્દીઓએ આ દાળ ન ખાવી જોઈએ

છોલે

ઘણા લોકો છોલે ખાવાના શોખીન હોય છે, પણ વધુ પડતા યુરિક એસિડથી પીડિત લોકોએ ચણા ઓછી માત્રામાં ખાવા જોઈએ. તમે તેમાંથી માત્ર 40-50 ગ્રામ જ શાકભાજી તરીકે લઈ શકો છો.

જો તમને સ્ટોરી પસંદ આવી હોય, તો શેર કરો અને લાઇક કરજો. વધુ અપડેટ માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

મેથીના બીજ મહિલાઓ માટે છે ફાયદાકારક, જાણી લો કંઈ રીતે?