ઔષધિય ગુણોથી ભરપૂર મેથીના બીજને શાકમા નાખવામા આવે તો સ્વાદમા અનેક ઘણો વધારો થાય છે પરંતુ શુ તમે જાણો છો કે મેથીનુ પાણી પીવાથી મહિલાઓને અનેક સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાઓથી રાહત મળે છે.
મેથીમા પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયરન, વિટામિન એ, બી, સી, ગુણ રહેલા હોય છે.
મહિલાઓ ચમકદાર ચામડી માટે રોજ મેથીના પાણીનુ સેવન કરી શકે છે. મેથીના પાણીમા વિટામિન સી હોય છે, જે ચામડીની અંદરથી સફાઈ કરે છે.
એેંટી બેક્ટેરિયલ અને એંટી ઈફ્લેમેટરી ગુણોથી ભરપૂર મેથીના પાણીના સેવનથી શરીરનો સંક્રમણથી બચાવ થાય છે.
મેથીના પાણીના સેવનથી શુગર લેવલ નિયંત્રણમા રહે છે. તેમા એંટી બાયોટીક ગુણ રહેલા હોય છે. તેના રોજ સેવનથી ફાયદા મળે છે.
મેથીમા એંટી બેક્ટેરિયલ અને ફાઈબર જેવા પોષકતત્વો રહેલા હોય છે, જેથી તેના પાણીના સેવનથી શરીર માથી ઝેરીલા પદાર્થો દૂર થાય છે.
મેથીના પાણીના સેવનથી વજન ઓછુ કરવામા મદદ કરે છે. તેમા રહેલા ફાઈબરના ગુણ પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે છે. આ રીતે તે ઓવરઈટિંગથી બચી શકાય છે, જેના કારણે વજન ઓછુ થાય છે.