શરીરનું આ અંગ દબાવવાથી આવશે ગાઢ અને સારી ઊંઘ


By Sanket M Parekh18, Nov 2023 04:47 PMgujaratijagran.com

ગાઢ ઊંઘ

આજના સમયમાં ગાઢ ઊંઘ મેળવવી મુશ્કેલ છે. તો ચાલો જાણીએ શરીરનું ક્યુ અંગ દબાવવાથી ગાઢ ઊંઘ આવે છે?

તણાવની સમસ્યા

પૂરતી ઊંઘ ના લેવાથી તણાવની સમસ્યા થવા લાગે છે. જેનાથી તમારા મગજ અને શરીર પર વિપરિત અસર થવા લાગે છે.

માથામાં દુખાવાની સમસ્યા

જ્યારે તમે પૂરતી ઊંઘ નથી લેતા, ત્યારે તમને માથામાં દુખાવાની સમસ્યા રહે છે. જેનાથી તમારી વિચારવાની ક્ષમતા પણ ઘટવા લાગે છે.

કાનની પાછળ દબાવવું

જો તમને ઊંઘ ના આવવાની સમસ્યા થઈ રહી હોય, તો કાનની પાછળના ભાગે દબાવવું જોઈએ. આમ કરવાથી ગાઢ ઊંઘ આવવા લાગે છે.

હાથની હથેળી દબાવો

હાથની હથેળી પર કેટલાક પૉઈન્ટ હોય છે. જેને દબાવવાથી શરીરને આરામ મળે છે અને ગાઢ ઊંઘ આવે છે.

ગળાની પાછળના ભાગને દબાવો

ગળાના કેટલાક ભાગ પર દબાણ આપવાથી આરામ મળે છે. ગળાના પાછળના ભાગમાં અંગૂઠાની મદદથી દબાણ આપશો, તો સારી ઊંઘ આવશે.

પુરતા પ્રમાણમાં પાણી પીવો

શરીરને હાઈડ્રેટ રાખવા માટે પુરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. આમ કરવાથી ઊંઘ સારી આવે છે.

દોડતા પહેલા આ વાતોનું અચૂક ધ્યાન રાખશો