દોડતા પહેલા આ વાતોનું અચૂક ધ્યાન રાખશો


By Sanket M Parekh18, Nov 2023 04:38 PMgujaratijagran.com

દોડવું

દોડવું એક જરૂરી વર્કઆઉટ છે. બાળકથી માંડીને વૃદ્ધો સુધી દોડીને પોતાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખી શકે છે.

આ વાતનું ધ્યાન રાખો

જો કે દોડતા પહેલા કેટલીક બાબતોનું અચૂક ધ્યાન રાખવું જરૂરી છે, નહીંતર તમને નુક્સાન થઈ શકે છે. તો ચાલો જાણીએ...

જૉગિંગ પાર્ક

જ્યારે પણ દોડવું હોય, ત્યારે જૉગિંગ પાર્કમાં જ જાવ. જ્યાં દોડવા માટે ખાસ લાઈન હોય છે.

બ્રેક નહી લેવી પડે

સીધા રસ્તા પર દોડવાની જગ્યાએ ગોળ લાઈનમાં દોડવાથી શરીર એક ફ્લોમાં રહે છે અને ક્યાંય બ્રેક નથી લેવો પડતો.

આઈડી પ્રૂફ

જો તમે એકલા દોડવા જતા હોવ, તો કોઈ આઈડી પ્રૂફ તમારી પાસે રાખવાનું ના ભૂલશો. કોઈ ઈમરજન્સીમાં તે ખૂબ જ કામમાં આવે છે.

આરામદાયક શૂઝ

દોડતા પહેલા આરામદાયક શૂઝ પહેરો અને તેની દોરી સારી રીતે બાંધો. જેથી ક્યાયા પગ ફસાઈને પડવાની સંભાવના ના રહે.

ઈયર ફોન ના લગાવો

જ્યારે પણ દોડવા જાવ, ત્યારે ઈયર ફોન ના લગાવશો, કારણ કે ઈયર ફોન લગાવવાથી પાછળથી આવી રહેલી ગાડીના હોર્ન તમને નહીં સંભળાય. જેનાથી અકસ્માતનો ખતરો વધી જાય છે.

અકસ્માતનો શિકાર

સવારના પહોરમાં કૂતરા પણ પાછળ પડે છે. જેનો અવાજ પણ તમને નહીં સંભળાય અને તમે અકસ્માતનો ભોગ બની શકો છો.

કોલેસ્ટ્રોલથી લઈને પાચન સુધારવા સુધી, કમળ કાકડીથી થાય છે અનેક ફાયદા