શિવલિંગ પાસે ક્યો છોડ લગાવવો જોઈએ? જાણી લો


By Prince Solanki06, Jan 2024 01:54 PMgujaratijagran.com

શિવલિંગ

ભગવાન શિવની પ્રતિમા શિવલિંગએ વિઘ્નોને દૂર રાખે છે. ભગવાન શિવની પૂજા કરવાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થાય છે.

છોડ

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમા છોડ લગાવવો ખૂબ જ ફળદાયી માનવામા આવે છે, કારણ કે છોડમા દેવી દેવતાઓનો વાસ રહેલો હોય છે.

શિવલિંગ પાસે છોડ

ઘરમા નાના શિવલિંગની હાજરીને ખૂબ જ શુભ માનવામા આવે છે. શુ તમે જાણો છો કે ઘરમા રાખેલા શિવલિંગ પાસે ક્યો છોડ રાખવો જોઈએ?

શમીનો છોડ

માન્યતા પ્રમાણે શમીના છોડનો ભગવાન શિવ સાથે સંબધ રહેલો છે, એટલા માટે શિવલિંગ પાસે શમીના છોડને રાખવો ખૂબ જ શુભ માનવામા આવે છે.

શિવજી થશે પ્રસન્ન

ભગવાન શિવની પ્રતિમા શિવલિંગની પાસે શમીનો છોડ રાખવાથી ભગવાન શિવજી જલ્દી પ્રસન્ન થાય છે. શમીનો છોડ ભગવાન શિવનો મનપંસદ છોડ માનવામા આવે છે.

નકારાત્મક ઉર્જા દૂર રહે

શિવલિંગ પાસે શમીનો છોડ લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે, અને ઘરમા સકારાત્મરક ઉર્જાનો સંચાર થાય છે.

તુલસી પાસે ન રાખો

શિવલિંગને ભૂલથી પણ તુલસી પાસે ન રાખો. આમ કરવાથી ભગવાન શિવ તમારાથી નારાજ થઈ શકે છે. તેથી ભગવાન શિવની પ્રતિમા શિવલિંગને તુલસીના છોડ પાસે મૂકવાનુ ટાળો.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

તુલસીના છોડમા હળદર નાખવાથી જોવા મળશે આ ફાયદાઓ