By Jagran Gujarati21, Jan 2023 05:13 PMgujaratijagran.com
વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષ અને છોડનું અનેરું મહત્વ છે. અમુક વૃક્ષ અને છોડ ઘરનાં આંગણામાં વાવવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. સાથે ઘરમાં પોઝિટિવ એનર્જી પણ આવે છે. આવો જાણીએ આ વીશે...
વાસ્તુ એક્સપર્ટ નરેશ સિંગલ પાસેથી જાણીએ કે વાસ્તુ મુજબ કયા કયા વૃક્ષ અને છોડ વાવવા જોઈએ.&એક્સપર્ટનો મત
ઘરના ઉત્તરમાં, પૂર્વમાં અને ઉત્તર-પૂર્વમાં ઓછી ઉંચાઈ વાળા આંબળાના છોડ વાવવા શુભ માનવામાં આવે છે. આ છોડ હવાને શુદ્ધ કરશે.&આંબળાનો છોડ
લીમડાના વૃક્ષમાં આર્યુર્વેદિક મહત્વ ઘણું છે. તેને ઘરની આસપાસ વાવવું લાભકારક છે. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે.લીમડો
કેળને શુભ અને ધનનું પ્રતિક માનવમાં આવે છે. ઘરમાં તેને લગાવવાથી વાસ્તુનું વિશેષ મહત્વ છે.&કેળ
આંગણામાં ઉત્તર-પૂર્વ દિશામાં વાંસ વાવવાને શુભ માનવામાં આવે છે. વાસ્તુ મુજબ વાંસ વેપારમાં વૃદ્ધિ અને સુખ-સમૃદ્ધિ દેનાર હોય છે.વાંસનો છોડ
હિન્દુ ધર્મમાં ઘરના આંગણમાં તુલસીનો છોડ લગાવવો શુભ મનાય છે. ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં તેને વાવવો શુભ મનાય છે. તેનાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે.તુલસીનો છોડ
ઘરમાં મોગરાનો છોડ લગાવવો ખુબ સારો છે. તેને લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવે છે.મોગરો
તમે પણ ઘરમાં આ છોડ વાવીને સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકો છો. જો તમને આ વાત ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરશો અને ગુજરાતી જાગરણ વાંચતા રહેજો.