લાંબા અને કાળા વાળ કરવા માટે આ તેલ લગાવો


By Vanraj Dabhi10, Sep 2023 10:21 AMgujaratijagran.com

લાંબા અને કાળા વાળ

કાળા અને લાંબા વાળ કરવા દરેકને ગમતા હોય છે પરંતુ ડાયટ અને ખરાબ જીવનશૈલીના કારણે વાળ ખરવા લાગે છે.

પોષક તત્વો

લાંબા વાળ માટે પોષક તત્વો જરૂરી છે જો વાળને જરૂરી પોષક તત્વો પુરતા પ્રમાણમાં ન મળે તો વાળ લાંબા નથી થઈ શકતા, કાળા વાળ માટે પોષક તત્વો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તેલ

આજે અમે તમને કેટલાક અસરકારક તેલ વિશે જણાવીશું જે વાળને પૂરતું પોષણ આપીને ઘટ્ટ કરવામાં મદદ કરશે.

નાળિયેર તેલ

આ તેલમાં ફેટી એસિડ હોય છે, જે વાળને ઘટ્ટ બનાવવામાં અસરકારક માનવામાં આવે છે, શુષ્ક વાળ પર નાળિયેર તેલ લગાવો.

ડુંગળીનું તેલ

જો તમારા વાળ ખરતા હોય તો ડુંગળીનું તેલ મદદરૂપ થઈ શકે છે, તેના તેલથી વાળનો ઝડપથી ગ્રોથ થાય છે.

ઓલિવ તેલ

ઓલિવ ઓઈલ પોષક તત્વોથી ભરપૂર હોય છે,ઓલિવ શરીરની સાથે વાળ માટે પણ ફાયદાકારક છે, આ તેલ લગાવવાથી વાળ કાળા અને ઘટ્ટ બને છે.

રોઝમેરી તેલ

જો તમે તમારા વાળને ઘટ્ટ અને કાળા બનાવવા માંગતા હોવ તો રોઝમેરી તેલ તમારી મદદ કરી શકે છે. રોઝમેરી તેલથી વાળ જલ્દી ઘટ્ટ થવા લાગે છે.

આમળાનું તેલ

આમળાનું તેલ આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે તે વાળને ખરતા અટકાવે છે અને તેને ઘટ્ટ પણ કરે છે.

વાંચતા રહો

આવા વધુ જીવનશૈલી સંબંધિત સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ચહેરાની સુંદરતા વધારવા માટે આ ફળ ખાવ