ચહેરાની સુંદરતા વધારવા માટે આ ફળ ખાવ


By Vanraj Dabhi09, Sep 2023 05:54 PMgujaratijagran.com

ફળ

તંદુરસ્ત રહેવા માટે ફળોનું સેવન કરવામાં આવે છે,પરંતુ તે ત્વચાની ચમક વધારવામાં પણ મદદ કરે છે, ચાલો જાણીએ ચહેરાને ચમકદાર બનાવવા માટે ક્યા ફળ ખાવા જોઈએ.

એપલ

એપલ વિટામિન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે, ખરેખર વિટામિન સી ત્વચાને સૂર્યના કિરણોથી બચાવવાનું કામ કરે છે, આ જ કારણથી ચમકતી ત્વચા માટે એપલ ખાવામાં આવે છે.

પપૈયા

પપૈયું ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેને ત્વચા પર લગાવવાથી ચહેરો નિખારી શકાય છે, પપૈયું વિટામિન સીનો પણ સારો સ્ત્રોત છે.

તરબૂચ

ઉનાળામાં તમે તરબૂચ પણ ખાઈ શકો છો, તેમાં હાઇડ્રેટિંગ ગુણધર્મો જોવા મળે છે, આ સિવાય તે ત્વચાને સૂર્યના નુકસાનથી બચાવવામાં પણ મદદરૂપ છે.

દાડમ

દાડમ એક એવું ફળ છે જે ખાવામાં આવે અને ત્વચા પર લગાવવામાં આવે ત્યારે બંને ફાયદાકારક હોય છે,ત્વચા સંભાળ માટે દાડમનો ઉપયોગ અવશ્ય કરો.

કેળા

મોટાભાગે દરેક વ્યક્તિ કેળા ખાય છે તે વિટામિન એ વિટામિન સી અને બોયોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે, કેળા ખાવાથી ત્વચાની તંદુરસ્તી સારી રહે છે.

સ્ટ્રોબેરી

તમારી ત્વચાને ચમકદાર રાખવા માટે તમે સ્ટ્રોબેરી પણ ખાઈ શકો છો,આ ત્વચાને એન્ટીઓક્સીડેન્ટ પ્રદાન કરે છે અને ચહેરા પર ચમક પણ લાવે છે.

કેરી

કેરીને ફળોનો રાજા એમ જ કહેવાય નહીં તેમાં રહેલ વિટામિન A ત્વચાને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.

ડુંગળી કાપતી વખતે આંખમાં પાણી આવી જાય છે, તો ટિપ્સ અજમાવો