Cholesterol Control: કૉલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેશે, બસ ખાવામાં આ તેલ વાપરો


By Sanket M Parekh13, Aug 2025 04:15 PMgujaratijagran.com

હાર્ટને હેલ્ધી બનાવો

જો તમારું કૉલેસ્ટ્રોલ વધારે હોય, તો ગભરાશો નહીં. સંતુલિત ડાયટ અને હેલ્ધી કુકિંગ ઑઈલથી તમે સરળતાથી તેને કંટ્રોલ કરી શકો છો. કેટલાક ખાસ તેલ છે, જે કૉલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.

ડાયેટિશિયન પાસેથી જાણો

ચાલો હેલ્ધી ડાયટ અને ન્યૂટ્રીશન ક્લીનિકના ડાયટિશિયન ડૉક્ટર સુગીતા મુટરેજા પાસેથી એવા 5 કુકિંગ ઑઈલ વિશે જાણીએ, જે તમારા હ્રદયના સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે.

અળસીનું તેલ

આ તેલ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને હૃદયના સ્વાસ્થ્યને મજબૂત કરવામાં મદદરૂપ છે. તેને રોજિંદા આહારમાં સામેલ કરવું જોઈએ.

જેતૂનનું તેલ

ઓલિવ ઓઇલ અર્થાત જેતુનના તેલમાં વિટામિન E અને એન્ટી-ઓક્સિડેન્ટ્સ હોય છે, જે ધમનીઓની સફાઈમાં મદદ કરે છે. તે કોરોનરી હૃદય રોગનું જોખમ પણ ઘટાડી શકે છે.

રાઇસ બ્રાન ઓઇલ

રાઇસ બ્રાન ઓઇલમાં વિટામિન E અને K હોય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદયને મજબૂત બનાવે છે. જે રસોઈ માટે એક ઉત્તમ વિકલ્પ છે.

સૂરજમુખીનું તેલ

સૂરજમુખીનું તેલ હેલ્ધી ફેટથી ભરપૂર હોય છે. જે હૃદયની ધમનીઓને સાફ રાખે છે અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

તલનું તેલ

તલના તેલમાં રહેલા પોષક તત્વો હૃદયને મજબૂત બનાવે છે. તેને ઓલિવ ઓઇલ કરતાં પણ વધુ ફાયદાકારક માનવામાં આવે છે. જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અસરકારક છે.

કોલેસ્ટ્રોલ કેમ ખતરનાક?

કોલેસ્ટ્રોલ એક મીણ જેવો પદાર્થ છે, જ્યારે તેનું પ્રમાણ વધુ હોય છે, ત્યારે તે હૃદયની ધમનીઓમાં ચરબી જમા કરે છે. જેનાથી બ્લડ સર્ક્યુલેશન અવરોધાય છે અને હાર્ટ એટેક તથા સ્ટ્રોકનું જોખમ વધે છે. જો તમારું કોલેસ્ટ્રોલ હાઈ હોય, તો તમે ઓલિવ, રાઇસ બ્રાન, અળસી, તલ અને સૂરજમુખીના તેલનો ઉપયોગ કરી શકો છો. જો કે ડોક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે.

Kidney Disease: કિડની ડેમેજ થવાથી ચહેરા પર જોવા મળે છે આ સંકેત