કિડની આપણાં શરીરના સૌથી અગત્યના અંગ પૈકીનું એક છે. જે આપણા શરીરના વેસ્ટ પ્રોડક્ટ અર્થાત ગંદકીને યુરિન વાટે બહાર નીકાળવાનું કામ કરે છે. એવામાં કિડનીનું સ્વાસ્થ્ય જળવાય તે ખૂબ જ જરૂરી છે.
આજે અમે આપને કેટલાક એવા સંકેતો વિશે જણાવીશું, જે કિડની ડેમેજ થવા પર ચહેરા પર સૌથી પહેલા જોવા મળે છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ, જેથી આપને યોગ્ય અને સાચી માહિતી મળી રહે.
જો તમારી આંખો નીચે સતત ડાર્ક સર્કલ થઈ રહ્યા હોય, તો આ સંકેતને અવગણવા ના જોઈએ. આ કિડની ડેમેજ થવાનો સંકેત હોઈ શકે છે.
જ્યારે કિડની શરીરમાંથી ટોક્સિન્સ દૂર કરી શકતી નથી, ત્યારે આ ટોક્સિન્સ લોહીમાં ભળી જાય છે. જેના પરિણામ સ્વરૂપ તમારા મોંમાંથી દુર્ગંધ આવી શકે છે. આવા સમયે તમારા ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
જે વ્યક્તિઓની કિડની ડેમેજ થવા લાગે છે, તેમના ચહેરા પર સોજો આવવા માંડે છે. આવા કિસ્સામાં તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
જો તમારી સ્કિન અચાનક પીળી દેખાવા લાગે, તો આ સંકેતને અવગણવો ન જોઈએ. આ સંકેત દર્શાવે છે કે, તમારી કિડની ડેમેજ થઈ રહી છે.
જ્યારે કોઈ વ્યક્તિની કિડની ડેમેજ થવા લાગે છે, ત્યારે શરીરમાં અપશિષ્ટ પદાર્થો જમા થવા લાગે છે. જેના કારણે શરીર પર ખંજવાળ અને લાલ-લાલ ચકામા થઈ શકે છે.
જો તમારા હોઠ વારંવાર સૂકાઈ રહ્યા હોય અને તમને હંમેશા તરસ લાગતી રહેતી હોય, તો આ સંકેત સૂચવે છે કે, તમારી કિડની ધીમે ધીમે ખરાબ થઈ રહી છે.