ચોમાસામાં વાતાવરણ ભેજવાળું રહે છે, તેવામાં ત્વચાનું ધ્યાન રાખવું જરૂરી બને છે. ચોમાસામાં ઘણા લોકો મોઈશ્ચરાઈઝર લગાવવાને લઈને મુંઝવણમાં હોય છે કે કેવા પ્રકારનું મોઈશ્ચરાઈઝર લગાવવું યોગ્ય રહે છે. ચાલો જાણીએ વધુમાં
ચોમાસામાં વાતાવરણ ભેજવાળું હોવાથી સ્કીન ઓઈલી બની જાય છે, પરંતુ જો તમે મોઈશ્ચરાઈઝર નથી લગાવતા તો સ્કીન ડ્રાય પણ થઈ શકે છે
દરેકની સ્કીન ટાઈપ અલગ હોય છે, ઘણાની ઓઈલી, કોઈની ડ્રાય તો ઘણા લોકોની મીક્સ ટાઈપ પણ હોય છે. તમારી સ્કીન ટાઈપ શું છે તે જાણવું જરૂરી છે
ચોમાસામાં હળવું મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો ફાયદાકારક રહે છે, જે મોઈશ્ચરાઈઝર ઓઈલ ફ્રી હોય તે લગાવવાથી સ્કીનને નોર્મલ રાખી શકાય છે
જે મોઈશ્ચરાઈઝરમાં હાઈલોરાનીક એસિડ અને ગ્લીસરીન રહેલું હોય તે મોઈશ્ચરાઈઝર સ્કીનને અંદરથી હાઈડ્રેટેડ રાખે છે
એવા મોઈશ્ચરાઈઝર પસંદ કરો જેમા એન્ટીઓક્સીડન્ટ, વિટામિન સી અને ઈ રહેલું હોય, એન્ટીઓક્સીડન્ટ વાતાવરણમા રહેલા ઝેરી તત્વોથી ત્વચાને રક્ષણ આપે છે
સુર્યના હાનિકારક યુવી રેયસ ત્વચાને નુકસાન પહોંચાડે છે માટે જે મોઈશ્ચરાઈઝરમાં SPF હોય તેનો ઉપયોગ કરો તે તમને સુર્યના તડકાથી થતા નુકસાનથી બચાવે છે