રસોડાની રાણી ખાસ જુએ, કઈ ધાતુના વાસણમાં રસોઈ બનાવવી અને ખાવી ફાયદેમંદ છે?


By Sanket M Parekh13, Aug 2023 04:25 PMgujaratijagran.com

સ્ટેનલેસ સ્ટીલ

સ્ટેનલેસ સ્ટીલમાં રસોઈ જલ્દી બની જાય છે, પરંતુ આ ધાતુના વાસણમાં ખોરાક રાંધવાથી પોષક તત્વો માટે 60-70 ટકા જ બચે છે. જ્યારે ક્રોમિયમ અથવા નિકલથી પૉલિસ કરેલા વાસણ સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે.

આયરન

આયરનના વાસણમાં રસોઈ બનાવવી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. કાસ્ટ આયરન અથવા લોખંડના વાસણમાં જ્યારે રસોઈ બનાવો છો, તે તમારા ખોરાકમાં આયરન પણ મિક્સ થઈ જાય છે.

નૉન-સ્ટિક કૂકવેયર

આજકાલ નૉન-સ્ટિક વાસણોનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આ નૉન સ્ટિક વાસણ ટેફ્લૉનથી કૉટેડ હોય છે. જેમાં કેડમિયમ અને મરકરી મળી આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

એલ્યુમિનિયમ

એમ્યુમિનિયમ એક પ્રકારનો થાયરોટૉક્સિક મેટલ હોય છે. જે રસોઈ બનાવતી વખતે સરળતાથી ખોરાકમાં ભળી જાય છે. એલ્યુમિનિયમના વાસણોનો સતત ઉપયોગ કરવાથી અનેક ગંભીર સમસ્યા જેમ કે લિવર ડિસઑર્ડર, કબજિયાત, પેરાલિસિસ અને મગજ સાથે સંકળાયેલી બીમારી વગેરે થઈ શકે છે.

સિરામિક યુટેન્સિલ

કેટલાક લોકો સિરામિકના વાસણોમાં રસોઈ બનાવે છે અને ખોરાક ખાતા હોય છે. આવા વાસણોમાં ખૂબ જ પાતળી સિરામિક કૉટિંગ હોય છે, જેની નીચેની તરફ એલ્યુમિનિયમનું કૉટિંગ હોય છે. જે સ્વાસ્થ્ય માટે નુક્સાનકારક નીવડી શકે છે.

માટીના વાસણ

મોટાભાગે ગામડાઓમાં અને કેટલાક શહેરી લોકો રસોઈ બનાવવા માટે આજે પણ માટીના વાસણોનો ઉપયોગ કરે છે. હકીકતમાં માટી ધીમે-ધીમે ગરમ થાય છે, જેના કારણે રસોઈમાં પોષક તત્વો જાળવી રાખવામાં મદદ મળે છે. જોકે માટીના વાસણમાં રસોઈ બનાવવામાં ઘણો સમય થાય છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે સૌથી શ્રેષ્ઠ છે.

કિચન ક્લીનને ઝટપટ કેવી રીતે સાફ કરવું, જાણી લો આ સરળ ટ્રીક