કિચન ક્લીનને ઝટપટ કેવી રીતે સાફ કરવું, જાણી લો આ સરળ ટ્રીક


By Jivan Kapuriya13, Aug 2023 10:55 AMgujaratijagran.com

જાણો

જો રસોડું વ્યવસ્થિત અને સ્વચ્છ ન હોય તો તમે કામ કરવામાં મૂંઝવણ અનુભવો છો.ગંદા રસોડાને કારણે ઘરના લોકો બીમાર પણ પડી શકે છે. રસોડાની સફાઈ કરવા માટેની અમે સરળ ટિપ્સ જણાવીએ છીએ.

ટાઇલ્સ સાફ કરવા માટે સ્ટેપ-1

દિવાલો પરની ટાઇલ્સ સાફ કરવા માટે સાબુમાં પલાળેલા ડીશવોછિંગ સ્ક્રબરથી દિવાલોને હળવા હાથે સ્ક્રબ કરો.

સ્ટેપ-2

પછી એક સ્વચ્છ કપડાને પાણીમાં પલાળી દો અને તેનાથી 2 થી 3 વાર દિવાલો સાફ કરો. ટાઇલ્સ એકદમ સાફ થઈ જશે અને ચમકવા લાગશે.

સ્ટેપ-3

ટાઇલ્સ સાફ કરવા માટે તમે બીચ,એમોનિયા,બેકિંગ સોડા અથવા વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો.

સિંક સાફ કરવા માટે

સિંકમાં ગરમ પાણી નાખો, પછી તેમાં સફેદ વિનેગર નાખીને બેકિંગ સોડા વડે સાફ કરો. સિંક નવાની જેમ ચમકશે.

નળને સાફ કરવા માટે

નળને સાફ કરવા માટે જુના તુથબ્રશમાં સાબુ અથવા સર્ફ નાખીને ઘસવું, થોડી વાર રહેવા દો. પછીપાણીથી ધોઈ લો.

કેબિનેટની સફાઈ માટે

સફેદ વિનેગર અને પ્રવાહી સાબુને સારી રીતે મિક્સ કરો અને ગંદા કેબિનેટને સ્ક્રબ કરો. પછી બીજું સ્વચ્છ કપડું લો અને તેને ભીનું કરો તેનાથી કેબિનેટ સાફ કરો.

ફ્લોર સોફ કરો સ્ટેપ-1

રસોડાના ફ્લોરને સાફ કરવા માટે સૌપ્રથમ ફ્લેર પર થોડા ભીના ડીશ વોશિંગ સાબુથી જમીનને ઘસો.

સ્ટેપ-2

હવે તેને લૂછીને સાફ કરો. ફ્લોર ચમકવા લાગશે. આ સિવાય વિનેગરમાં ગરમ પાણી નાખીને પણ તેને સાફ કરી શકો છો.

માઈક્રોવેવ સફાઈ સ્ટેપ-1

માઇક્રોવેવ સાફ કરવા માટે એક ભાઉલમાં પાણી લો અને તેમાં લીંબુનો રસ નાખો.

સ્ટેપ-2

હવે તેને માઇક્રોવેવમાં નાખો અને તેને ચાલુ કરો અને તેને 5 મિનિટ સુધી ચાલવા દો.હવે માઇક્રોવેવ બંધ કરી બાઉલ બહાર કાઢો.

સ્ટેપ-3

કાગળના ટુવાલથી માઇક્રોવેવની અંદરની બાજુ સાફ કરો. માઇક્રોવેવમાં જમા થયેલ ગંદકી અને તેલ પણ સાફ થશે.

ગેસ સાફ કરો

ગેસમાંથી ગંદકી દૂર કરવા માટે તેને ક્લીનરથી સાફ કરો અથવા બર્નરને બહાર કાઢીને સાબુ અને પાણીથી સાફ કરો.

ટિપ્સ ફોલો કરો

આ ટિપ્સ અપનાવીને તમે ગંદા કિચનને મિનિટોમાં સરળતાથી સાફ કરી શકો છો.

આ સમાર્ટ ટ્રિક્સ તમારા રસોડાનું કામ અને રસોઈને આસાન બનાવવામાં મદદ કરશે