આજે અમે તમને એવા દિગ્ગજ ખેલાડીઓ વિશે જણાવીશું જેમણે વર્ષ 2024માં ક્રિકેટને અલવિદા કહ્યું હતું.
પૂર્વ ભારતીય ઓપનર શિખર ધવને આ વર્ષે ક્રિકેટને અલવિદા કહી દીધું. તેણે ઓગસ્ટમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ લાંબી રાહ જોયા બાદ આ વર્ષે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.
2022માં ન્યૂઝીલેન્ડ સિરીઝ દરમિયાન તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. એક-બે વર્ષ પછી તેઓ નિવૃત્ત થયા.
ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિકે વર્ષ 2024માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
કોહલીએ 2024 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. તેને મેન ઓફ ધ મેચ મળ્યો. ત્યારબાદ કોહલીએ જાહેરાત કરી હતી કે તે હવે T20 ક્રિકેટ નહીં રમે.
17 વર્ષ બાદ ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન રોહિત શર્માએ ટાઈટલ જીત્યા બાદ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
વિરાટ અને રોહિત ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ પણ વર્ષ 2024માં T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તેણે આ નિર્ણય T20 વર્લ્ડ કપ-2024નો ખિતાબ જીત્યા બાદ લીધો હતો.
ભારતના કેરમ બોલ સ્પેશિયાલીસ્ટ રવિચંદ્રન અશ્વિને ઓસ્ટેલિયા ટૂર દરમિયાન અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ભારત પરત ફર્યો છે.
ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ડેવિડ વોર્નરે 2024માં પોતાની કારકિર્દીનો અંત આણ્યો હતો.
ક્રિકેટ સાથે જોડાયેલા તમામ મોટા સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.