મીડિયા અહેવાલ પ્રમાણે ભારતીય ક્રિકેટર રોહિત શર્મા શાકાહારી ડાઈટ ફોલો કરે છે. તેઓ પ્રોટીનથી ભરપૂર ફૂડ્સ પોતાના આહારમાં સામેલ કરે છે.
વિરાટ કોહલીનું નામ પણ નોનવેજ નહીં ખાનાર ખેલાડીઓમાં સામેલ છે. વિરાટ વર્ષ 2018થી વેગન ડાયટ ફોલો કરે છે.
શિખર ધવન પણ ફિટનેસને લઈ ખૂબ જ સાવધાન છે. તેઓ પોતાની જાતને ફિટ રાખવા માટે શાકાહારી ભોજનનું સેવન કરે છે.
ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈના શાકાહારી આહારનું સેવન કરે છે. તેમનુ માનવું છે કે શાકાહારી ભોજન કરવાથી શરીરને વધારે એનર્જી મળે છે.
ભારતીય ક્રિકેટ ટીમના એક સમયના સ્ટાર બોલર રહી ચુકેલા ભુવનેશ્વર કુમાર પણ શાકાહારી ફૂડ્સને ડાયટમાં સામેલ કરતા હતા.
એક સમયે ભારતીય ટીમનો હિસ્સો રહેલા મનીષ પાન્ડે પણ શાકાહારી ભોજનને પોતાના ડાયટ્સમાં સામેલ કરતા હતા.