મોટાભાગે લોકો નબળી ઈમ્યૂનિટીના કારણે અનેક પ્રકારની બીમારીઓનો ભોગ બને છે. તો ચાલો જાણીએ કે, ઈમ્યુનિટીની બૂસ્ટ કરવા માટે ક્યા જ્યૂસ પીવા જોઈએ.
અનેક ફળ એવા હોય છે, જે શરીર માટે રામબાણ હોય છે. જેના જ્યૂસનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનવા લાગે છે.
જેમાં પુરતા પ્રમાણમાં વિટામિન-સી હોય છે. જેનું જ્યૂસ પીવાથી ઈમ્યુનિટી વધવા લાગે છે. આ ઉપરાતં તે શરીરને વાયરલ ઈન્ફેક્શનથી પણ બચાવે છે.
દાડમ એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપુર હોય છે. જેને નિયમિત પીવાથી ઈમ્યૂનિટી બૂસ્ટ થવા લાગે છે. આ ઉપરાંત દાડમનું જ્યૂસ હિમોગ્લોબિનના લેવલને વધારવામાં પણ મદદ કરે છે.
બીટ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે. જેનું જ્યૂસ ઈમ્યુનિટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જે શરીરમાં લોહીના પ્રમાણને જાળવી રાખવામાં મદદ કરે છે.
કિવી શરીર માટે સંજીવનીથી કમ નથી. જેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન સી હોય છે. જે ઈમ્યૂનિટી બૂસ્ટ કરવામાં ખૂબ જ મદદ કરે છે.
મિક્સ શાકભાજીનું જ્યૂસ પીવાથી શરીર હેલ્ધી રહે છે. આ ઉપરાંત ઈમ્યુનિટી પણ મજબૂત કરીને શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદરૂપ થાય છે.