હેલ્ધી ફ્રૂટ્સ પૈકી એક દાડમ પણ છે. જેનું જ્યૂસ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે.
દાડમના જ્યૂસમાં ફાઈબર અને પ્રોટીન, આયરન, વિટામિન-સી, પોટેશિયમ સહિત અન્ય અનેક પોષક તત્વો મળી આવે છે. જે બીમારીઓથી બચાવે છે.
એવામાં ચાલો જાણીએ કે, દાડમનું જ્યૂસ પીવાથી શરીરને અન્ય ક્યા-ક્યા ફાયદા થઈ શકે છે. જેથી તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકો છો.
દાડમનું જ્યૂસ સ્વાસ્થ્ય માટે્ ખૂબ જ ફાયદેમંદ મનાય છે. જે હાઈ બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
દાડમના જ્યૂસમાં એન્ટી ઈંફ્લેમેન્ટરી ગુણ મળી આવે છે, જે સાંધાના સોજામાં રાહત આપવામાં મદદ કરે છે. જેમાં રહેલ એન્ટી ઓક્સિડેન્ટ ગુણ તમને અનેક બીમારીઓથી બચાવે છે.
દાડમનું જ્યૂસ પીવાથી યાદશક્તિ વધે છે. જેનાથી અલ્જાઈમરનો ખતરો ઓછો થઈ શકે છે. જો તમે મગજને શાર્પ કરવા માંગતા હોવ, તો તમારી ડાયટમાં એક ગ્લાસ દાડમનું જ્યૂસ જરૂર સામેલ કરો.
દાડમના જ્યૂસમાં એન્ટી ઓક્સિડેન્ટનું પ્રમાણ વધારે હોય છે. જે હાર્ટને હેલ્ધી બનાવે છે. નિયમિત દાડમનું જ્યૂસ પીવાથી હાર્ટ હેલ્ધી બનશે.