શેફાલી જરીવાલાના પતિ કયા ધર્મમાં માને છે? જાણો


By Vanraj Dabhi30, Jun 2025 11:23 AMgujaratijagran.com

શેફાલી જરીવાલાનું અવસાન

બિગ બોસ 13ની સ્પર્ધક અને અભિનેત્રી શેફાલી જરીવાલાનું 27 જૂનના રોજ હાર્ટ એટેકથી અચાનક અવસાન થયું.

શેફાલીના પતિ

પરાગ ત્યાગી શેફાલીના મૃત્યુથી સંપૂર્ણપણે ભાંગી ગયા છે, આજે અમે તમને જણાવીશું કે શેફાલી જરીવાલાના પતિ કયા ધર્મનું પાલન કરે છે.

પરાગ ત્યાગી કોણ છે?

મોદીનગરના રહેવાસી પરાગ ત્યાગીએ 2008માં ક્રાઈમ થ્રિલર એ વેડનેસડેથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેમણે ઝી ટીવીના પવિત્ર રિશ્તામાં વિનોદ કરંજકર તરીકે ટીવી પર પ્રવેશ કર્યો.

પરાગ ત્યાગીનો ધર્મ

અહેવાલો અનુસાર, પરાગ ત્યાગી હિન્દુ ધર્મનું પાલન કરે છે. તેણે 2014માં શેફાલી જરીવાલા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા, બંનેએ ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા.

આ રીતે કોન્ટેક્ટ થયો

પરાગ ત્યાગી અને શેફાલી જરીવાલા એક મિત્રની ડિનર પાર્ટીમાં મળ્યા હતા, જ્યાં તેઓની આંખ મળી અને પ્રેમ થયા બાદ ડેટિંગ કરવાનું શરૂ કર્યું.

ઘણા શોમાં કામ કર્યું

પરાગ ત્યાગી ઘણી ફિલ્મો અને ટીવી શોમાં દેખાયા છે, જેમાં બ્રહ્મરાક્ષસ, જોધા અકબર અને શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી જેવા શોનો સમાવેશ થાય છે.

શેફાલી અને પરાગની Lovely તસ્વીરો