નવુ વર્ષ શરુ થવામા હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે લોકોના મનમા એક જ સવાલ થાય છે કે આ નવા વર્ષે પોતાના સ્વજનોને કંઈ ભેટ આપવી
તમે વાસ્તુશાસ્ત્રની કેટલીક ટીપ્સને અનુસરીને તમારા પરિવાર અને મિત્રોને એવી ભેટ આપી શકો છો જે તમારા નવા વર્ષને શાનદાર બનાવી શકે છે.
જો તમે કોઈને નવા વર્ષમા ભેટ આપવા માંગો છો, તો ભેટ રુપે તમે એક સારી અને જ્ઞાન વધારે તેવી પુસ્તક આપી શકો છો. પુસ્તક ભેટમા આપવાથી વ્યક્તિના જીવનમા સકારાત્મક બદલાવ આવી શકે છે.
આ નવા વર્ષ તમે તમારા પ્રિયજનોને ભેટમા છોડ આપી શકો છો. છોડની ભેટ વાતાવરણની સાથે તમારા પ્રિયજનના ભાગ્ય માટે પણ સારી સાબિત થઈ શકે છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નવા વર્ષે કોઈને ભેટમા ચપ્પલ, ઘડિયાળ, રુમાલ, ચક્કુ જેવી વસ્તુ ના આપો.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કોઈને દેવી દેવતાઓના ફોટા પણ ભેટમા આપવાને યોગ્ય માનવામા આવતુ નથી. તેનાથી ઘરમા નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.