ઋતુઓમાં બદલાવ આવાથી શરીર ઉપર તેનો પ્રભાવ પડતો હોય છે. ત્યારે બદલતી ઋતુમાં શરદી અને તાવ જેવી સમસ્યા થવી ખૂબ જ સામાન્ય છે.
ઋતુઓમાં બદલાવ આવાથી લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. તેના કારણે લોકોને શરદી અને તાવ જેવી સમસ્યાઓ થવા લાગે છે.
જો તમે બદલાઈ રહેલી ઋતુમાં પોતાને ફિટ અને સ્વસ્થ રાખવા માંગો છો તો ડાયટમાં વિટામિન સી યુક્ત ફળોને સામેલ કરો. તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે.
ઠંડીમાં જામફળ બજારમાં જોવા મળે છે. જામફળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ ઉપરાંત જામફળ પાચનશક્તિ સુધારવામાં પણ મદદ કરે છે.
સંતરા વિટામિન સી એક સારો વિકલ્પ છે. આ ખાવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ બને છે અને રોગોથી લડવામાં મદદ કરે છે.
ઠંડીમાં સંતરા ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. સંતરા કોલેસ્ટ્રોલને પણ ઓછું કરવામાં મદદ કરે છે.
પપૈયામાં પૂરતા પ્રમાણમાં વિટામિન સી રહેલું છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ રહેલા હોય છે, જે શરીરને બીમારીથી લડવા માટેની શક્તિ પ્રદાન કરે છે.