વધારે મૂળાનું શાક ખાવાથી હાઈપર ટેન્શન અથવા લો બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. જો તમે પહેલાથી જ દવાઓ લેતા હોય, તો મૂળાનું શાક ખાવાનું ટાળવું જોઈએ.
જો તમારા શરીરમાં આયરન વધારે પ્રમાણમાં હોય, તો તમારે મૂળાનું સેવન ટાળવું જોઈએ. વધારે મૂળો ખાવાથી પેટમાં દુખાવો, ઝાડા અને ચક્કર આવવા જેવી સમસ્યા થઈ શકે છે.
બ્લડ સુગર લેવલ ઓછું થવા પર મૂળાનું શાક ખાવાનું ટાળવું જોઈએ. મૂળાનું વધારે સેવન કરવાથી હાઈપોગ્લાઈસીમિયાની પરેશાની થઈ શકે છે.
મૂળાનું વધારે સેવન કરવાથી થાઈરોઈડની સમસ્યા વધી શકે છે. જેમાં ગોઈટ્રોજન નામનું કમ્પાઉન્ડ હોય છે. જેનાથી થાઈરૉઈડની ગ્રંથી ખરાબ થઈ શકે છે.
મૂળા ખાધા પછી તરત જ દૂધ પીવાથી ડાઈજેસ્ટિવ સિસ્ટમ બગડી જાય છે. મૂળો શરીરને ગરમાવો આપે છે અને તેના પછી તરત જ દૂધ પીવાથી બળતરા અને પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.
ચા અને મૂળાને એકસાથે ખાવું નુક્સાનદાયક સાબિત થઈ શકે છે. આમ કરવાથી કબજિયાત અને એસિડિટી થઈ શકે છે, કારણ કે મૂળાની તાસિર ઠંડી હોય છે અને ચાની ગરમ.