કબજીયાતની સમસ્યામાં રામબાણ છે આ દેશી નુસખા


By Sanket M Parekh16, Nov 2023 04:08 PMgujaratijagran.com

લીંબુ પાણી

સાઈટ્રિક એસિડ વાળુ લીંબુ કબજીયાતની સમસ્યામાં લાભદાયક મનાય છે. જેમાં રહેલ વિટામિન-સી પાચન તંત્રને સુધારવામાં મદદરૂપ થાય છે.

અંજીર

ગરમ પાણીમાં અંજીર પલાળીને ખાવાથી કબજીયાતની સમસ્યામાં રાહત મળે છે. અંજીરમાં રહેલ ફાઈબર આંતરડાની સારી રીતે સફાઈ કરે છે.

અળસી

અળસીના બીજ ખાવાથી અનેક ફાયદા થાય છે. ફાઈબરથી ભરપુર અળસી ખાવાથી પાચન તંત્ર સારી રીતે કામ કરે છે અને કબજીયાતની સમસ્યાથી છૂટકારો મળે છે.

પપૈયુ

પેટ સાથે સંકળાયેલી સમસ્યા માટે પપૈયુ રામબાણ ઈલાજ છે. પપૈયામાં રહેલ ફાઈબર કબજિયાતથી છૂટકારો અપાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

ત્રિફળા

પેટ સાથે સંકળાયેલી સમસ્યા માટે ત્રિફળા ઉપયોગી મનાય છે. જેને ખાવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

ફૂદીનો અને આદુ

કબજીયાતની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ફૂદીનો અને આદુ પણ કારગર ઉપાય છે. ફૂદીના અને આદુની ચા પીવાથી તમે આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો.

કેળા

કેળા આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદેમંદ છે. જે ફેટ માટે ખૂબ જ ગુણકારી મનાય છે. પાકા કેળાામં રહેલ ફાઈબર કબજીયાતની સમસ્યાથી છૂટકારો અપાવી શકે છે.

શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે વિટામિન-D, ડાયટમાં સામેલ કરો આ ફૂડ્સ