આપણા શરીરને પોષક તત્વોની આવશ્યક્તા રહે છે. વિટામિન-D પણ આ તત્વો પૈકી એક છે. વિટામિન-D આપણા શરીર માટે ખૂબ જ આવશ્યક તત્વ છે.
વિટામિન-D આપણા શરીરમાં બૉડી સ્ટ્રક્ચરને મેઈનટેન કરે છે. જે શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફોરસને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે.
વિટામિન-Dની ઉણપથી હાડકા અને માંસપેશીઓમાં દુખાવાની સમસ્યા થાય છે. જેની કમી પૂરી કરવા માટે ડાયટમાં તમે આ વસ્તુ સામેલ કરી શકો છો.
શરીરમાં વિટામિન-Dની કમી થવા પર ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો. જેમાં દૂધ, દહી વગેરેમાં કેલ્શિયમની સાથે વિટામિન-D પણ મળી આવશે.
મશરૂમ પણ વિટામિન-Dનો સ્ત્રોત મનાય છે. જેને ખાવાથી વિટામિન-Dના ઉણપની સમસ્યા દૂર થાય છે.
શરીરમાં વિટામિન-Dની ઉણપ થવા પર પનીરનું સેવન કરવું જોઈએ. જેમાં વિટામિન-D અને કેલ્શિયમ મળી આવે છે.
વિટામિન-Dની કમીને દૂર કરવા માટે સૌથી જરૂરી છે તડકો. દિવસમાં થોડીવાર સુધી તડકામાં બેસવાથી શરીરમાં વિટામિન-Dની કમી દૂર થાય છે.