આજકાલની બેઠાડું જીવનશૈલી અને ખાણીપીણીની ખોટી આદતોના કારણે ઘણા લોકો શુગર લેવલ વધવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. જેને યોગ્ય રીતે મેનેજ ન કરવાથી ડાયાબિટીસ થઈ શકે છે.
આજે અમે આપને કેટલીક એવી હેલ્ધી હેબીટ વિશે જણાવીશું, જેને અપનાવવાથી સુગર લેવલ કંટ્રોલ થઈ શકે છે. તો ચાલો આવી આદતો વિશે વિસ્તારથી જાણીએ, જેથી આપને યોગ્ય જાણકારી મળી રહે
અનેક રિસર્ચમાં સાબિત થઈ ચૂક્યું છે કે, પુરતી ગાઢ ઊંઘ ના લેવાથી બ્લડ સુગર લેવલ વધી જાય છે. આ સાથે જ તમે અનિંદ્રાની સમસ્યાનો પણ ભોગ બની શકો છે. આથી સુગરનું લેવલ મેનેજ કરવા માટે પુરતી ઊંઘ લેવી આવશ્યક છે.
સુગર લેવલ કંટ્રોલ કરવા માટે પુરતી ઊંઘ જરૂરી છે. આ માટે તમારે લાઈટ ફૂડ ખાવું જોઈએ. આ સાથે ઊંઘતી વખતે બને ત્યાં સુધી ફોનથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. તમે હર્બલ ટી પણ પી શકો છો.
સુગર લેવલને કંટ્રોલ કરવાનો રામબાણ ઈલાજ કસરત કરી પણ એક છે. આ માટે તમે તમારા ડેઈલી રુટિનમાં એક્સરસાઈઝને અચૂક સામેલ કરો. જેનાથી તમારી બૉડી એકદમ ફિટ રહેશે.
તમે લંજ એક્સરસાઈઝ, પુશ અપ્સ, સ્ક્રાટ્સ એક્સરસાઈઝ, ચેયર સ્કાટ, સાઈડ હિપ અબડક્શન અને પ્લેંન્ક જેવી કસરતો કરી શકો છો. જેનાથી તમારી બૉડીમાં ખૂબ જ પોઝિટિવ અસર જોવા મળશે.
આજની ભાગદોડ ભરેલી લાઈફ અને ઑફિસના કામનું પ્રેશર વધવાના કારણે હંમેશા આપણે સ્ટ્રેસનો શિકાર બની જતા હોઈએ છીએ. જેના પગલે પણ સુગર લેવલ વધવાનો ખતરો વધી જાય છે.
બૉડીમાં સુગર લેવલને વધતુ રોકવા માટે સૌ પ્રથમ તમારા વિચારોને પોઝિટિવ રાખો. આ સાથે સ્ટ્રેસ ઓછો કરતાં ફૂડ્સને ડાયટમાં સામેલ કરો. તેમજ મેડિટેશન કરવાનો પણ પ્રયાસ કરો.