બગડતી જીવનશૈલી, ખરાબ ખાવા પીવાની આદત તથા વધારે તણાવ લેવાથી નાની ઉંમરે જ યાદશક્તિ નબળી પડાવા લાગે છે. એવામાં યાદશક્તિને મજબૂત રાખવા માટે આ પાંચ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
અખરોટમાં ઓમેગા 3 ફેટિ એસિડ યાદાશ વધારે છે. આ ઉપરાંત અખરોટ હાર્ટ અને હાડકાઓને મજબૂત રાખે છે. જેથી રોજનાં 2 અખરોટ રાતે પાણીમાં રાખી સવારે તેને ખઈ લો.
યાદશક્તિ મજબૂત રાખવા બદામ ખાઓ. બદામમાં રહેલા વિટામીન બી 6, વિટામીન ઈ, પ્રોટીન જિંક જેવા પોષકતત્વો યાદાશ વધારે છે. સાથે તેમા ફાઈબરની માત્રા વધુ હોય છે જેનાથી પાચનશક્તિ મજબૂત બને છે.
કાજૂ પણ યાદાશ વધારવામાં મદદ કરે છે. તેમાં વિટામીન સી, વિટામીન ઈ, પોટેશિયમની માત્રા હોય છે, જે મગજની સાથે શરીર પણ સ્વસ્થ રાખે છે.
બેરીજમાં વિટામીન કે અને ફાઈબર પૂરતા પ્રમાણમાં હોય છે. જે મગજની સાથે શરીર પણ સ્વસ્થ રાખે છે. જેથી તમે બ્લૂબેરી , રાસબરી, સ્ટ્રોબેરીનું સેવન કરો.
આમંળા,સંતરા,કોબીજને ખાવાથી યાદશક્તિ મજબૂત બને છે. આ ઉપરાંત શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.