લોહીમાં જામેલી ગંદકી સાફ કરશે આ 4 વસ્તુ


By Sanket M Parekh08, Nov 2023 04:26 PMgujaratijagran.com

પાણી પીવું જરૂરી

લોહીમાં ગંદકી જમા થવાથી ચહેરા પર ખીલ સહિતની સમસ્યા થઈ શકે છે. એવામાં તમારે આ ગંદકીને શરીરને બહાર નીકાળવી જરૂરી બની જાય છે. આ માટે તમારે હાઈડ્રેટ રહેવા માટે પાણી પીતા રહેવું જોઈએ.

લોહી ગંદુ થવા પર દેખાય છે આ લક્ષણ

જો તમારા લોહીમાં ગંદકી જામી જાય, તો શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. એવામાં તાવ, હાર્ટ બીટ વધવી, શ્વાસ લેવામાં સમસ્યા અને સ્કિન પર લાલ ચકામા જેવા નિશાન જોવા મળી શકે છે.

પાંદડા વાળા શાકભાજી

લોહી સાફ કરવા માટે સૌથી બેસ્ટ ઓપ્શન લીલા પાંદડા વાળા શાકભાજી હોય છે. શિયાળાની સિઝનમાં માર્કેટમાં આવા શાકભાજી મળે છે. જે આયરન અને કેલ્શિયમ ઉપરાંત અનેક પોષક તત્વોથી ભરપુર હોય છે.

સંતરાનું જ્યૂસ

સંતરાના જ્યૂસમાં આયરન અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. દરરોજ આ જ્યૂસ પીવાથી લોહી સાફ થાય છે અને આયરન શરીરમાં લોહીની ઉણપ નથી થવા દેતા.

આદુ

આદુમાં અનેક એન્ટી ઈમ્ફ્લામેન્ટરી ગુણ હોય છે. જે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. જેનાથી બ્લડ વેસેલ્સ રિલેક્સ થાય છે અને લોહી સાફ થાય છે.

સફરજન

ગંદા લોહીને સાફ કરવા માટે સફરજન બેસ્ટ ઑપ્શન છે. આ ફળમાં સોલ્યૂબલ ફાઈબર પેક્ટિન હોય છે, જે લોહીની સફાઈ માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

પ્રોટીનથી ભરપુર હોય છે આ ભારતીય મીઠાઈઓ