પ્રોટીનથી ભરપુર હોય છે આ ભારતીય મીઠાઈઓ


By Sanket M Parekh08, Nov 2023 04:09 PMgujaratijagran.com

સુગર અને ફેટ

મીઠાઈઓ પ્રોટીનથી ભરપુર હોય છે. આમ છતાં તેનું મર્યાદીત સેવન કરવું જોઈએ. કારણ કે મીઠાઈમાં ફેટ અને સુગર પણ હોય છે.

ખીર

ભારતમાં દરેક તહેવાર પર ખીર બનતી હોય છે. જે ટેસ્ટી હોવાની સાથે પ્રોટીનથી ભરપુર હોય છે. અન્ય મીઠાઈઓની સરખામણીમાં ખીરની અંદર કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. તમે ખીરમાં ખાંડની જગ્યાએ ગોળનો ઉપયો કરી શકો છો.

મિલ્ક કેક

મિલ્ક કેકની અંદર દૂધ સૌથી જરૂરી ઈગ્રેડિએન્ટ્સ છે. દૂધમાં સારા પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે અને અનેક જરૂરી એમીનો એસિડ પણ હોય છે. જે ઈમ્યૂનિટી અને એનર્જી બૂસ્ટ કરવા ઉપરાંત સ્કિન માટે ફાયદેમંદ મનાય છે.

રસમલાઈ

ફેસ્ટિવ સિઝનમાં રસમલાઈની માંગ વધી જાય છે. જે મીઠાઈ ટેસ્ટી હોવાની સાથે પ્રોટીનથી ભરપુર હોય છે. જે મસલ્સ માટે ફાયદેમંદ સાબિત થઈ શકે છે.

બેસનનો હલવો

બેસનનો હલવો ખૂબ જ કૉમન મીઠાઈ છે. જેમાં બદામ, અખરોટ સહિત અન્ય ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરવામાં આવે છે, જે હલવાને ટ્સ્ટી અને હેલ્ધી બનાવે છે. આવો હલવો પ્રોટીન, ખનીજ, ફાઈબર અને વિટામિનથી ભરપુર હોય છે.

બેસનના લાડવા

બેસનના લાડવામાં ફોલિક એસિડ મળી આવે છે. જે આયરનના પ્રોડક્શન અને શરીરમાં બ્લડ સેલ્સને વધારવાનું કામ કરે છે.

મૂળાનાં પત્તામાં છૂપાયેલા છે સ્વાસ્થ્ય સંબધિત અનેક ફાયદા