મૂળાનાં પત્તામાં છૂપાયેલા છે સ્વાસ્થ્ય સંબધિત અનેક ફાયદા


By Hariom Sharma08, Nov 2023 02:40 PMgujaratijagran.com

મૂળાનાં પત્તા

સામાન્ય રીતે મૂળાનાં પત્તાને લોકો ફેંકી દેતા હોય છે. જાણીને નવાઈ લાગશે કે મૂળાનાં પત્તામાં અનેક પોષકતત્વો રહેલા છે. ચલો આજે જાણીએ મૂળાનાં પત્તામાંથી મળતા સ્વાસ્થ્ય સંબધિત ફાયદા વિશે.

પોષકતત્વોથી ભરપૂર

મૂળાનાં પત્તામાં વિટામિન એ, બી, બી6, સી, ફોલિક એસિડ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયરન વગેરે રહેલા છે.

રોગ પ્રતિકારક શક્તિમાં વધારો

વિટામિન સી થી ભરપૂર મૂળાનાં પત્તા ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. મૂળાનાં પત્તાનું શાક બનાવી તમે ખાઈ શકો છો.

લોહીની ઉણપ દૂર કરે

મૂળાનાં પત્તામાં આયરન સારી એવી માત્રામાં હોય છે જે લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે.

You may also like

દરરોજ 2 કીવી ખાવાથી હૃદય રહેશે સ્વસ્થ

સાવધાન : આ ફળ ખાવાથી પેટ સંબંધિત અનેક સમસ્યા થઈ શકે છે

પાચનશક્તિમાં સુધારો

ફાઈબરથી ભરપૂર માત્રામાં હોવાથી મૂળાનાં પત્તાનું શાક ખાવાથી પાચનશક્તિમાં સુધારો જોવા મળે છે.

બ્લડ શુગર નિયંત્રણમાં રાખે

મૂળાનાં પત્તામાં વિટામિન એ, બી, બી6, સી રહેલા હોય છે જે બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. મૂળાનાં પત્તાનો જ્યુસ બનાવી ભોજનમાં સામેલ કરો.

આંખો માટે લાભદાયી

વિટામિન એ, બી, બી6, સી ભરપૂર મૂળાનાં પત્તા આંખો માટે લાભદાયી છે. જેથી આગળથી તેને ફેંકવાની જગ્યાએ તેને ભોજનમાં સામેલ કરો.

આવી અન્ય જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

દરરોજ 2 કીવી ખાવાથી હૃદય રહેશે સ્વસ્થ