દરરોજ 2 કીવી ખાવાથી હૃદય રહેશે સ્વસ્થ


By Hariom Sharma08, Nov 2023 12:05 PMgujaratijagran.com

કીવી

કીવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. તેમાં રહેલા પોષકતત્વો હૃદય સંબઘિત સમસ્યાઓની સાથે-સાથે અન્ય ઘણા રોગોમાં પણ મદદ કરે છે. ચલો જાણીએ કીવી સ્વાસ્થ્ય માટે કેટલું ફળદાયી છે.

એકસપર્ટની સલાહ

ડો.અનુજા ગોર પ્રમાણે 1 કીવી ખાવાથી શરીરને 40 કેલેરી મળે છે. કીવીમાં ફાઈબરની માત્રા ખૂબ જ હોય છે, જે અનેક પ્રકારની બિમારીઓથી બચાવે છે.

હૃદય સ્વસ્થ રાખે

કીવી હૃદયનાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. તેમાં વિટામીન સી પોટેશીયમ, પૅાલીફેનોલ્સ ભરપૂર માત્રામાં હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ડેંગુમાં ફાયદાકારક

ડેંગુનાં દર્દીએ કીવી ખાવું જ જોઈએ. કીવીમાં વિટામીન એનું પ્રમાણમાં ખૂબ હોય છે. જેનાથી શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યામાં વધારો થાય છે.

You may also like

એનર્જીનું પાવર હાઉસ : કાજુ ખાવાથી આ અદ્ભુત ફાયદા મળે છે, ચાલો જાણીએ

સાવધાન : આ ફળ ખાવાથી પેટ સંબંધિત અનેક સમસ્યા થઈ શકે છે

તણાવ ઓછો કરે

જો તમે ખૂબ જ તણાવનો અનુભવ કરી રહ્યા છો તો તમે કીવી ખાઈ શકો છો જેનાથી તેમાં રહેલા પોષકતત્વો તણાવમાં રાહત આપે છે. આ ઉપરાંત મગજને તેજ પણ બનાવે છે.

કીવી આ રીતે ખાઓ

કીવીને સલાડની સાથે ખાઈ શકો છો. તમે દૂધની સાથે પણ કીવી ખાઈ શકો છો જેના સ્વાસ્થયને અદ્ભૂત ફાયદા મળે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

એનર્જીનું પાવર હાઉસ : કાજુ ખાવાથી આ અદ્ભુત ફાયદા મળે છે, ચાલો જાણીએ