આપણને નાશ્તામાં હેલ્ધી ખોરાક ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે, જેનાથી તમારો દિવસ સારો રહે અને શરીર તંદુરસ્ત રહે. જોકે, આપણે જીભના ચટાકા માટે કેટલોક એવો ખોરાક ખાઈ લેતા હોઈએ છે જે ગેસની સમસ્યાને નોતરી શકે છે. ચાલો જાણીએ કઈ વસ્તુઓ નાશ્તામાં ખાવાથી બચવું જોઈએ.
બીન્સનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણું ગુણકારી માનવામાં આવે છે, પરંતુ આમાં રેફીનોઝ મોટી માત્રામાં હોય છે જે પચાવવામાં કઠીન હોય છે. માટે બીન્સનું નાશ્તામાં સેવન કરવાથી બચવું જોઈએ.
ઘણા લોકો સવારે નાશ્તામાં બ્રેડ, પાસ્તા, નુડલ્સ જેવી મેદાની બનેલી વસ્તુઓનું સેવન કરે છે. આમાં પોષકતત્વાની કમી જ નહી પરંતુ તે પચવામાં પણ ભારે હોય છે. આ ખાવાથી પેટમાં ગેસ, દુખાવો અને સોજા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
જેમને પાચનની સમસ્યા રહેતી હોય તેમને ચણાનું સેવન કરવાથી બચવું જોઈએ. આ એસિડીટી અને ગેસ જેવી તકલીફ કરે છે, આની જગ્યાએ તમે શેકેલા ચણા ખાઈ શકો છો.
ડેયરી પ્રોડ્ક્ટ્સમાં લેક્ટોઝ રહેલું હોય છે જે કેટલાકને પચવામાં ભારે પડે છે તેઓએ ડેયરી પ્રોડ્ક્ટ્સના સેવનથી બચવું જોઈએ. આ સિવાય તમે સોયાનું સેવન કરી શકો છો.
ચાનું સેવન ખાલી પેટે ના કરવું જોઈએ, આનાથી તમને ગેસની સમસ્યા થઈ શકે છે.
ખાલી પેટે ખાટા ફળોનું સેવન પેટમાં ગેસ કરી શકે છે. કીવી, સંતરા, મોસંબી, દ્ગાક્ષ વગેરેનુ સેવન કરવાથી બચવું.