નાસ્તામાં બનાવો બટાકાની અદ્ભુત વાનગીઓ


By Smith Taral17, Feb 2024 11:52 AMgujaratijagran.com

બટાકા એવી શાકભાજી છે જે લગભગ બધા શાકમાં ઉમેરી શકાય છે અને તે લાગે પણ ટેસ્ટી છે, બટાકા શાકભાજીનો રાજા પણ કહેવામાં આવે છે. ચાલો જાણીએ બટાકાથી કેવા સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકાય છે

બટાકાની કચોડી

તમે બટેકાની કચોડી બનાવી શકો છો અને તેને સાંજના નાસ્તામાં ખાઈ શકાય છે. સાંજની ભુખ સંતોષવા કચોરી એક બેસ્ટ વાનગી છે.

પોટેટો ચોમ્પ

પોટેટો ચોપ બિહાર અને ઝારખંડની પ્રખ્યાત નાસ્તાની વાનગી છે. આ વાનગીમાં બટાકાને બાફીને, મસાલા સાથે તળીને અને પછી ચણાના લોટમાં લપેટીને બનાવવામાં આવે છે.

બટાકાના ભજિયા

તમે કાચા બટાકાના ટુકડા કરીને ભજીયા પણ બનાવી શકો છો. આ ભજીયા સાંજના નાસ્તા માટે પરફેક્ટ છે. આ વાનગીને લીલી અને લાલ ચટણી સાથે ખાઈ શકાય છે

ફ્રેન્ચ ફ્રાઈસ

ફ્રેન્ચ ફ્રાઈસ, બાળકો અને મોટી વયના લોકોમા બવ વખાણાય છે. તમે તેને બપોરના નાસ્તા તરીકે બનાવી શકો છો અને તેને લીલી અને લાલ ચટણી સાથે સર્વ કરી શકો છો.

વડા પાવ

તમે બટાકાની ટિક્કી બનાવી શકો છો અને સાંજના નાસ્તામાં પાવ સાથે ખાઈ શકો છો. વડા પાવ નાસ્તામાં ખાવા માટે ઉત્તમ વાનગી છે. મુંબઈ અને ગોવામાં લોકો આ વાનગી ખૂબ જ ઉત્સાહથી ખાય છે.

બટાકાની કટલેટ

જો તમને સાંજે કંઈક ચટપટુ ખાવાનું મન થાય તો તમે બટાકાની ટિક્કી ખાઈ શકો છો. આ વાનગી ઘરે બનાવવી પણ સરળ છે.

હની ચિલી પોટેટો

સાંજે તમે ગરમાગકમ હની ચિલી પોટેટો બનાવીને ખાઈ શકો છો. તેને ઘરે પણ બનાવવું સરળ છે. ફ્રેન્ચ ફ્રાઈસની જેમ બટેટા તૈયાર કરો અને તેને મસાલા અને મધ સાથે ફ્રાય કરી આ વાનગીને એન્જોય કરો.

બટાકાની આ વાનગીઓ નાશ્તામાં ખાવા માટે છે બે્સ્ટ તમે તેને ઘરે પણ બનાવી શકો છો.

બાળકોના સારા વિકાસ અને રોગપ્રતિકારક શક્તિ માટે ખજૂર હળદરનું દૂધ છે BEST