શું તમારા બાળકો હેલ્ધી ફૂડથી ભાગે છે? તો તમે આ સરળ અને સ્વાદિષ્ટ ખજૂર હળદરનું દૂધ બનાવીને આપી શકો છો. આ પોષકતત્વોથી ભરપૂર ડ્રીન્ક તમારા બાળકના સારા વિકાસ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરશે. તો ચાલો જાણીએ આને બનાવાની રીત
આરોગ્ય નિષ્ણાતોના મતે, નિયમિતપણે ખજૂર હળદરનું દૂધ પીવાથી પોષક મૂલ્યમાં વધારો થઈ શકે છે કારણ કે આમા એન્ટીઑકિસડન્ટો, આવશ્યક વિટામિન્સ ખનિજો અને એન્ટી ઈનેફાલામેટરી ગુણો રહેલા હોય છે.
ખજૂરમા વિટામિન A, B અને K, અને પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને આયર્ન જેવા ખનિજો રહેલા છે અને દૂધમાં એન્ટીઑકિસડન્ટ અને કેલ્શિયમ મળી આવે છે, જે શરીરની સારી વૃદ્ધિમાં મદદ કરે છે, ઊંઘ લાવે છે, રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
1 ગ્લાસ દૂધ, 2-3 ખજૂર, 1/2 ચમચી હળદર પાવડર, ¼ ચમચી, તજ પાવડર
આ સરળ રેસીપી શરૂ કરવા માટે, એક પેન લો અને દૂધને મધ્યમ તાપ પર ગરમ કરો
આ દરમિયાન, ખજૂરમાંથી બીજ દૂર કરી તેમે એક પ્લેટમાં કાઢી લો
દૂધમાં ખજૂર ઉમેરો અને તેને ઉકળવા દો.
દૂધમાં હળદર પાવડર અને તજ પાવડર ઉમેરો. તેને 2 મિનિટ સુધી ઉકળવા દો અને ગેસ બંધ કરો.
તમે દૂધને ગાળી શકો છો અથવા નાના ખજૂરના ટુકડા સાથે આ ડ્રીન્કનો આનંદ લઈ શકો છો